ચીની સ્માર્ટફોન મેકર Vivoએ ભારતમાં Vivo V9 Pro લોન્ચ કર્યો છે. કંપનીએ માર્ચમાં Vivo V9 લોન્ચ કર્યો હતો અને હવે કંપનીએ તેનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કર્યુ છે. જેના પછી કંપનીએ Vivo V9નું યૂથ એડિશન લોન્ચ કર્યુ છે. Vivo V9 Proમાં V9માં સરખામણીના કેટલાક બદલાવ કર્યો છે.
આ સ્માર્ટફોનની કિંમત 17990 રૂપિયા રાખવામાં આવી છે અને બ્લેક કલર વેરિયન્ટમાં મળશે આ સ્માર્ટફોન માત્ર એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પરથી ખરીદી શકાશે.
Vivo V9 Proમાં Qualcomm Snapdragon 660 પ્રોસેસરની સાથે 6GB RAM આપવામાં આવી છે અને ઇન્ટરનલ મેમરી 64GB છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે. આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે અને ડિસ્પ્લે પેનલનું સ્ક્રીન ટૂ બૉડી રેશ્યો 90% છે. આ સ્માર્ટફોનમાં Android 8.1 Oreo બેસ્ડ ફન ટચ OS આપવામાં આવ્યુ છે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. એક સેન્સર 13 મેગાપિક્સલનુ છે જેનું અપર્ચર f/2.2નું છે બીજો કેમેરા 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કંપની અનુસાર આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સેલ્ફી ફિચર્સ આપવામાં આવ્યા છે.
કનેક્ટવિટી માટે ફોનમાં 4G VoLTE સહિત ડ્યૂઅલ બેંડ Wifi બ્લૂટૂથ 3.5mm જેક અને USB OTG સપોર્ટ આપવામાં આવ્યુ છે જેની બેટરી 3260 mAhની છે.