72માં સ્વાતંત્રતા દિવસના ખાસ પ્રસંગે Vivo અને samsungએ પોતાના સ્માર્ટફોનનો સેલ ચાલુ કર્યો છે. જેમા ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યાં Vivo Nex જેવા શાનદાર સ્માર્ટફોનને 1 947 રૂપિયામાં ખરીદવાની તક મળશે તો બીજી બાજુ સેમસંગ પણ એના સ્માર્ટફઓન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Vivoના આ સેલનો લાભ ગ્રાહક વીવોના ઓનલાઇન સ્ટોર પરથી લઇ શકે છે. આ સેલની શરૂઆત 7 ઓગસ્ટથી થશે જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ પહેલા Vivo 6 ઓગસ્ટે અડધી રાતે એક ફ્લેશ સેલનું પણ આયોજન થશે. આસેલ દરમિયાન Vivo Nex Vivo V9 સ્માર્ટફોનને 1 947 રૂપિયામાં મળશે જ્યારે Vivo Nex Vivo V9ની રીયલ કિંમત 44 990 રૂપિયા અને 20 990 રૂપિયા છે.
ઇયરફોન અને USB કેબલ્સ જેવા ડિવાઇસ 72 રૂપિયાની કિંમતથી મળશે. જણાવી દઇએ કે આ સેલમાં દરેક ડિવાઇસની સંખ્યા ખૂબ ઓછી હશે. એવામાં ડિવાઇસ જલ્દી સ્ટોક બહાર થઇ શકે છે. ઘણા ડિવાઇસ પર 4000 રૂપિયાની કેશબેક મળી રહી છે. સાથે જ No Cost EMI ની ઓફર મળશે. Vivo X21 Vivo Nex અને vivo v9 પર 1200 રૂપિયાનો ફ્રી બ્લૂટૂથ ઇયરફોન આપવામાં આવી રહ્યો છે.
samsungનો Independence Day સેલ 1 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી ચાલશે. સેલ દરમિયાન ગ્રાહકોને 5 ટકા પેટીએમ કેશબેક મળી રહ્યા છે. તો Samsung Galaxy S9+ ને સેમસંગની ઓનલાઇન શોપથી 64 900 રૂપિયાની કિંમતમાં લઇ શકો છો. પરંતુ જો HDFC ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો છો તો 6000 રૂપિયાની કેશબેક અને 3000 રૂપિયાની ઇન્સ્ટેટ કેશબેક મળશે. તો બીજી બાજુ ફોન એક્સચેન્જ પર 6000 રૂપિયાનો એકસ્ટ્રા લાભ મળશે અને એમાં EMIનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જ્યાં ગ્રાહકોએ દર મહિને 5 740 રૂપિયા જ આપવા પડશે.