બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / vivek Agnihotris Open Challenge in New Controversy on The Kashmir Files reaction on israeli filmmaker nadav lapid
Arohi
Last Updated: 11:52 AM, 30 November 2022
ADVERTISEMENT
53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લાપિડે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો હતો.
ગઈકાલ રાતથી જ ગોવામાં આયોજિત IFFI 2022 સમારોહની ચર્ચા થઈ રહી છે. જ્યારે નાદવ લાપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી તો નાદવના આ નિવેદનની ખૂબ આલોચના થઈ.
ADVERTISEMENT
Shameless statement on The Kashmir Files by someone who comes across as illiterate. Will this Israeli film director Nadav Lapid call Holocaust a propaganda?
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 28, 2022
Will he call Schindler’s List and The Pianist as propaganda films? @netanyahu @NaorGilonpic.twitter.com/yuUF8pl5xs
વિવેક અગ્નિહોત્રીનું નિવેદન આવ્યું સામે
હવે હાલમાં જ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે- "કાશ્મીર ફાઈલ્સનો એક શોટ કોઈ પ્રૂફ કરી દે કે ખોટો છે તો હું ફિલ્મો બનાવવાનું છોડી દઈશ... "
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા વીડિયોની સાથે વિવેક અગ્નિહોત્રીએ કેપ્શન લખ્યું- "આતંકવાદના સમર્થક અને નરસંહારથી ઈનકાર કરનાર મને ક્યારેય ચુપ નહીં કરાવી શકે...જય હિંદ.. ધ કાશ્મીર ફાઈલ્સ #ટ્રૂ સ્ટોરી..."
4 વર્ષ પહેલાથી લોકો....
આ સાથે વિવેક અગ્નિહોત્રીએ શેર કરેલા આ વીડિયોમાં કહ્યું કે, "મિત્રો ગોવાના IFFI 2022 સમારોહમાં એક જ્યુરીએ કહ્યું કે 'ધ કાશ્મીર ફાઈલ્સ' એક વલ્ગર અને પ્રોપગેન્ડા ફિલ્મ છે.... મારા માટે કોઈ નવી વાત નથી કારણ કે આ રીતની વાતો તો બધા આતંકવાદીના સમર્થક અને ભારતના ટૂકડા કરનાર લોકો હંમેશાથી કહેતા આવ્યા છે... "
"પરંતુ મારા માટે જે સૌથી વધારે આશ્ચર્યની વાત છે એ એ છે કે ભારત સરકાર દ્વારા આયોજીત, ભારત સરકારના મંચ પર કાશ્મીરને ભારતથી અલગ કરનાર ટેરરિસ્ટ લોકોને નેરેટિવના સપોર્ટ કરવામાં આવી અને આ વાતને લઈને ભારતમાં જ રહેનાર ઘણા ભારતીઓએ તેનો ઉપયોગ કર્યો.... ભારત વિરૂદ્ધ. આખરે આ લોકો કોણ છે અને તે એ જ લોકો છે જે કાશ્મીર ફાઈલ્સ માટે 4 વર્ષ પહેલા જ્યારે મારૂ રિસર્ચ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી ફિલ્મને પ્રોપેગેંડા કહી રહ્યા છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.