બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri announced reunites with the kashmir files team for two brutally honest tales of humanity know more
Arohi
Last Updated: 11:59 AM, 11 April 2022
ADVERTISEMENT
ગયા મહિને 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને બોક્સ ઓફિસ પર ભારે સફળતા મળી. આ સફળતા બાદ હવે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની ટીમે બે નવી ફિલ્મોની જાહેરાત કરી છે. આ જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલના જન્મદિવસના ખાસ અવસર પર કરવામાં આવી હતી.
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અભિષેક અગ્રવાલને જન્મદિવસની શુભકામનાઓ આપતા બે ફિલ્મોની જાહેરાત કરી. જોકે ફિલ્મના ટાઈટલ અથવા તેના સાથે જોડાયેલી ઘણી અન્ય જાણકારી હાલ શેર કરવામાં આવી નથી. પરંતુ એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે ફિલ્મ આવનાર સમયમાં દર્શકોની સામે રજૂ કરવામાં આવશે તે ભારતની જ બે સત્ય ઘટનાઓ પર આધારિત હશે.
ADVERTISEMENT
A very happy birthday to Tiger Producer @AbhishekOfficl. Gives me great pleasure to announce a new collaboration between @AAArtsOfficial & @i_ambuddha. Love. Always. pic.twitter.com/UMP9Maay2M
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 11, 2022
સત્ય ઘટનાઓ પર હશે ફિલ્મ
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક મોશન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કો વિવેક અગ્રિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડકશન હાઉસ અને અભિષેક અગ્રવાલના પ્રોડક્શન હાઉસે આગામી બે ફિલ્મો માટે હાથ મિલાવ્યો છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બન્ને પ્રોડક્શન હાઉસ હવે ભારતની બે એવી સત્ય ઘટનાઓને મોટા પડદા પર દર્શાવશે જે ખૂબ જ ભયાનક છે.
વિવેક અગ્નિહોત્રીએ આ વીડિયો શેર કરતા પોતાના ટ્વીટમાં લખ્યું- ટાઈગર પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલને જન્મ દિનસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ અવસર પર અભિષેક અગ્રવાલે કહ્યું ઓટ્સ અને આઈ એમ બુદ્ધા ફાઉન્ડેશનની વચ્ચે એક નવા સહયોગની જાહેરાત કરતા મને ખૂબ ખુશી થઈ રહી છે. તમારા માટે પ્રેમ, હંમેશા.
તમને જણાવી દઈએ કે 11 માર્ચે 'ધ કાશ્મીર ફાઈલ્સ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યુ હતું. વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસના બેનરમાં થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT