બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વિવાહ પંચમી પર આ રીતે કરાવજો રામ અને સીતાના વિવાહ, દિવ્ય મંત્રોના જાપ અપાવશે આર્થિક લાભ
Last Updated: 09:53 AM, 6 December 2024
ભગવાન રામે માર્ગશીર્ષ શુક્લ પંચમીના રોજ દેવી સીતા સાથે લગ્ન કર્યા હતા. તેથી આ તિથિને શ્રી રામ વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમીનો તહેવાર 6 ડિસેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવશે. ત્યારે જો આ રીતે તમે કરાવશો રામ અને સીતાના વિવાહ તો તમને પણ થશે લાભ.
ADVERTISEMENT
વિવાહ પંચમી પર કરો પાઠ
જો કોઈને લગનાં અવરોધ આવી રહ્યો હોય તો આ દિવસે રામ અને સીતાના વિવાહ કરાવવાથી ઈચ્છિત લગ્નનું વરદાન મળે છે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો અંત આવે છે. ભગવાન રામ અને માતા સીતાની આરાધના કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. આ દિવસે બાલકાંડના પાઠમાં ભગવાન રામ અને સીતાજીના લગ્નની કથાનું ખાસ વાંચન કરવું જોઈએ. સંપૂર્ણ રામચરિત-માનસનો પાઠ કરવાથી પણ પારિવારિક જીવન સુખી બને છે.
ADVERTISEMENT
રામ-સીતાના લગ્ન કેવી કરાવવા?
વિવાહ પંચમીના દિવસે રામ-સીતાના લગ્ન કરાવવા માટે તેમના ફોટો કે મૂર્તિની સ્થાપના કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ તેમની સામે બાલકાંડના લગ્ન પ્રસંગનો પાઠ કરો અને 108 વાર "ऊं जानकीवल्लभाय नमः" મંત્રનો જાપ કરો. પછી તેમની આરતી કરો. ત્યારબાદ તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો.
વિવાહ પંચમીનો અન્ય ઉપાય
નવ પરણિત યુગલને તમારા ઘરે આમંત્રણ આપો અને તેમની આગતા-સ્વાગતા કરો, તેમને ભોજન કરાવો અને તેમને તમારી ક્ષમતા મુજબ ભેટ આપીને બંને પાસેથી આશીર્વાદ લો. ઘરના મંદિરમાં રામ દરબારનો ફોટો રાખવાથી પરિવારમાં એકતા રહે પારિવારિક જીવન સુખમય બની રહે છે.
વધુ વાંચો: શનિ, રાહુ, કેતુ અને ગુરૂ બદલશે પોતાની ચાલ, અને આ જાતકોના શરૂ થશે અચ્છે દિન
વિવાહ પંચમી પર વિશેષ મંત્રનો જાપ
વિવાહ પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરો. તુલસી અથવા ચંદનની માળાથી મંત્રોનો જાપ કરો. સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. અને નીચે આપેલ કોઈ પણ એક દોહાનો જાપ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT