રહસ્યોથી ભરેલી છે મથુરાની આ જગ્યા,આજે પણ કરે છે કૃષ્ણ-રાધા રાસલીલા

By : juhiparikh 04:57 PM, 17 December 2018 | Updated : 04:57 PM, 17 December 2018
નિધિવન વૃંદાવનમાં સ્થિત છે, જ્યાંના સ્થાનીય લોકો અનુસાર, ભગવાન કૃષ્ણ આજે પણ ન તો માત્ર આવે છે પરંતુ રાસલીલા પણ કરે છે. માનવામાં આવે છે કે સંધ્યા થતા જ માણસો જ નહીં પરતુ પશુ-પંખીઓ પણ આ જગ્યાને છોડીને ચાલ્યા જાય છે. સંધ્યા બાદ અહીંયા કોઇ જ રોકાતુ નથી. જો તમે મથુરા-વૃંદાવન જાવ છો તો અહીં જરૂર જજો. 

એવું માનવામાં આવે છે કે, નિધિવનમાં ભગવાન કૃષ્ણ રાધા અને ગોપીઓની સાથે રાસલીલા કરે છે અને અહીં સ્થિત રંગ મહેલમાં વિશ્રામ કરે છે. આ માટે સાંજના સમય રંગ મહેલમાં તેમના માટે એક લોટો પાણી, પાન અને ખાવાનો સામાન મૂકવામાં આવે છે. સવારે જ્યારે રંગ મહેલનું તાળું ખોલવામાં આવે છે ત્યારે તમામ સામાન વિખરાયેલો હોય છે, પલંગની ચાદર પણ ચૂથાયેલી જોવા મળે છે જાણે કે કોઇ તેના પર સૂઇ ગયેલું હોય. સ્થાનિકોના મુજબ જો કોઈપણ આ રાસલીલના જોવા માટે જેમતેમ કરીને અહીં અદર વનમાં રહી જાય છે તો તે અર્ધપાગલ અથવા મૂંગો -બહેરો અને આંધળો થઇ જાય છે. વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે. 

નિધિવન લગભઘ અઢી એકરમાં ફેલાયેલ છે. અહીં ઉગેલા તમામ ઝાડની ઉંચાઇ ખૂબ ઓછી રહે છે. અહીં વનમાં તમને શ્રી સ્વામી હરિદાસજીની સમાધી, રંગ મહેલ, પ્રકટ સ્થળ કે જ્યાં ભગવાન કૃષ્ણ સ્વયં આવતા હોવાનું કહેવામાં આવે છે વગેરે જોવા લાયક સ્થળ છે. અનેક પેઢીઓથી માન્યતા મુજબ આજે પણ અહીં રાતે કોઈ રહેતું નથી. ત્યાં સુધી કે  નિધિવન આસપાસ બનેલા મકાનોમાં નિધિવન તરફ કોઈ બારી સુદ્ધા રાખવામાં આવતી નથી એટલે કે કોઇ ભૂલથી પણ તે તરફ જોઇ ના લે. 

નિધિવનમાં સમગ્ર વર્ષમાં તમે ગમે ત્યારે જઈ શકો છો. બસ રોજ સાંજના 7 વાગ્યાની આરતી કર્યા પછી આ સ્થળ ખાલી થવાનું શરુ થઈ જાય છે. રાતના 8 વાગ્યા બાદ સમગ્ર વિસ્તાર વિરાન થઇ જાય છે. મંદિરના પંડિત અને પશુ-પંખીઓ પણ અહીં નથી રહેતા. Recent Story

Popular Story