બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / આ વર્ષે તો આ દેશોએ ભારતીયો માટે કર્યા હતા વિઝા ફ્રી, આવતા વર્ષે પણ થઇ શકે છે ફાયદો, જુઓ લિસ્ટ

NRI / આ વર્ષે તો આ દેશોએ ભારતીયો માટે કર્યા હતા વિઝા ફ્રી, આવતા વર્ષે પણ થઇ શકે છે ફાયદો, જુઓ લિસ્ટ

Last Updated: 12:31 PM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visa Free Countries : તમને જાણીને ખુશી થશે કે, વર્ષ 2024માં કુલ 26 દેશો એવા છે જ્યાં પ્રવાસીઓને ફરવા માટે વિઝાની જરૂર નહીં પડે. આવી સ્થિતિમાં તમે આ દેશોની મુસાફરી કરી શકો છો અને તમારા પાસપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ટ્રિપ સ્ટેમ્પ મેળવી શકો છો

Visa Free Countries : દિવાળી કે ઉનાળુ વેકેશન કે પછી ચાલુ દિવસે પણ ગુજરાતી સહિત દેશભરમાંથી લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતાં હોય છે. જોકે જ્યારે પણ આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ ખર્ચ વિશે વિચારીએ છીએ. આવી સ્થિતિમાં વિઝા માટે અરજી કરતી વખતે ઘણો ખર્ચ થાય છે. જોકે તમને જાણીને ખુશી થશે કે, વર્ષ 2024માં કુલ 26 દેશો એવા છે જ્યાં પ્રવાસીઓને ફરવા માટે વિઝાની જરૂર નહીં પડે. આવી સ્થિતિમાં તમે આ દેશોની મુસાફરી કરી શકો છો અને તમારા પાસપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ટ્રિપ સ્ટેમ્પ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, આ 26 દેશ પર્યટનના મામલે દરરોજ પ્રગતિ કરી રહ્યા છે.

આ છે 26 દેશોની યાદી

આ વર્ષે નેપાળ, મોરેશિયસ, મલેશિયા, કેન્યા, ઈરાન, અંગોલા, બાર્બાડોસ, ડોમિનિકા, અલ સાલ્વાડોર, ફિજી, ગેમ્બિયા, ગ્રેનાડા, હૈતી, કઝાકિસ્તાન, કિરીબાતી, મકાઉ, માઇક્રોનેશિયા, પેલેસ્ટિનિયન પ્રદેશો, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબૈગો અને વાનુઅતુ છે.

ફિજી

જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમે સ્વર્ગનો અનુભવ કરી શકો તો ફિજી એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ફિજી એક એવો દેશ છે જ્યાં દરિયાકિનારાની ગણતરી વિશ્વના સૌથી સુંદર દરિયાકિનારામાં થાય છે અહીં તમે સ્ફટિક સ્વચ્છ પાણી, નારિયેળથી ભરેલા પામ વૃક્ષો અને સફેદ રેતીથી તમારી રજાઓની સુંદર યાદો બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓ અહીં 120 દિવસ માટે વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકે છે.

મકાઉ

મકાઉ એક એવું સ્થળ છે જે 300 વર્ષ સુધી પોર્ટુગીઝ વસાહતી શાસન હેઠળ હતું. આજે આ દેશ પર્યટનની દૃષ્ટિએ ઘણો પ્રખ્યાત થઈ ગયો છે. જો તમે ઐતિહાસિક વસ્તુઓ જોવાની સાથે સાથે ફરવાના શોખીન છો તો મકાઉ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અહીંના ભવ્ય પ્રાચીન મંદિરો, કિલ્લાઓ, મહેલો અને લક્ઝરી હોટેલો વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. નોંધનિય છે કે, આ દેશમાં આવનારા પર્યટકો 30 દિવસ સુધી વિઝા વગર મુસાફરી કરી શકે છે.

મોરેશિયસ

જો તમે એવા દેશમાં ફરવા માંગો છો જ્યાં તમે સુંદર દરિયાકિનારા, ઊંચા પહાડો, સુંદર જંગલો, નદીઓ, ધોધ જોઈ શકો તો તમે મોરેશિયસનો વિકલ્પ પસંદ કરી શકો છો. નોંધનિય છે કે, દેશ અને દુનિયામાંથી મોરેશિયસમાં રજાઓ ગાળનારા લોકોની સંખ્યા વધી રહી છે. તમે આ દેશમાં 90 દિવસ માટે વિઝા ફ્રી છો.

વધુ વાંચો : જાણો શા માટે રિજેક્ટ થઇ જાય છે તમારા H-B વિઝા? અમેરિકાએ જણાવ્યા 10 મોટા કારણો

શ્રીલંકામાં વિઝા વિના કરી શકો છો મુસાફરી

શ્રીલંકાની સરકારે ભારત સહિત 34 દેશોને તેમના દેશમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબર, 2024થી ભારતના લોકો આગામી 6 મહિના સુધી વિઝા વિના શ્રીલંકા જઈ શકશે.

ભારત સહિત 34 દેશોની યાદી કે જે દેશના નાગરિકો માટે શ્રીલંકામાં છે વિઝા વિના મુસાફરીની છૂટ

  • એશિયા: ચીન, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, નેપાળ, થાઈલેન્ડ
  • યુરોપ: ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ
  • ઉત્તર અમેરિકા: કેનેડા, યુનાઈટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા, મધ્ય અમેરિકા પૂર્વ દેશો
  • અન્ય: ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલારુસ, ઈઝરાયેલ, ન્યુઝીલેન્ડ, ઓમાન, કતાર, દક્ષિણ કોરિયા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visa Free Countries Mauritius Visa Free Entry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ