બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / દુનિયાના અડધોઅડધ દેશમાં સરળાથી એન્ટ્રી કરાવે છે ભારતીય પાસપોર્ટ, વિઝા ફ્રી દેશોનું લિસ્ટ લાંબુ
Last Updated: 11:05 AM, 5 August 2024
દુનિયાના લગભગ અડધા દેશોએ ભારતીય પ્રવાસીઓ માટે વીઝ પ્રક્રિયા ખૂબ જ સરળ કરી દીધીછે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે આ દેશની યાત્રા પ્રક્રિયા ખૂબ જ સુગમ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલના સમયમાં 16 દેશોએ વીઝા મુક્ત એન્ટ્રી, 40 દેશોએ વીઝા ઓન અરાઈવલ અને 47 દેશોએ ઈ-વીઝાની શરૂઆત કરી દીધી છે. વિદેશ મંત્રાલય સતત પ્રયત્ન કરી રહ્યું છે કે દુનિયાના બાકી દેશો પણ ભારતીયો માટે મુસાફરી સરળ બનાવવા માટે આગળ આવે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાયે કહ્યું છે કે વીઝા પ્રક્રિયા માટે ઉપરોક્ત સુવિધાઓ આપવી કોઈ દેશની પર્સનલ મેટર છે. પરંતુ અહીં આ ઘણી હદ સુધી એ વાત પર નિર્ભર કરે છે કે ભારત સાથે તેમનો સંબંધ કેવો છે. જેમ જેમ ભારતના બીજા દેશોની સાથે સંબંધ સારા થઈ રહ્યા છે. તેમ તેમ સરળ વીઝા સુવિધાઓ આપનાર દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા દેશો સાથે ચર્ચા ચાલી રહી છે તથા આ વર્ષના અંત સુધી આ યાદીમાં બીજા પણ દેશના નામ જોડાઈ શકે છે.
ADVERTISEMENT
આ દેશોમાં વીઝા ફ્રી મુસાફરી
તેમાં થાઈલેન્ડ, ભૂટાન, હોંગકોંગ, માલદીવ, મોરીશ્યસ મુખ્ય રૂપે શામેલ છે. ઘણા દેશ ઈ-વીઝા અને વીઝા ઓન અરાઈવલ બન્ને સુવિધાઓ આપી રહ્યા છે.
ઈ-વીઝા
ઈ-વીઝાની સુવિધા આપનાર દેશોમાં વિયતનામ, રશિયા, UAE, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, અર્જન્ટીના, બહરીન, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ઓમાન, સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઈવાન, યુગાંડા, ઉઝબેકિસ્તાન વગેરે શામેલ છે.
વધુ વાંચો: રાત્રે વારંવાર તરસ લાગતી હોય તો ચેતજો! નજરઅંદાજ કર્યું તો હોસ્પિટલના ધક્કા ખાતા થાકશો
અરાઈવલ વીઝા
અરાઈવલ વીઝા સુવિધા આપનાર દેશોમાં ઈન્ડોનેશિયા, ઈરાન, ઝમાઈકા, ઝાર્ડન, નાઈઝીરિયા, કતર, ઝિમ્બામ્વે, ટ્યુનેશિયા વગેરે શામેલ છે. તેમાંથી ઘણા દેશ એવા છે જે ઈ-વીઝા અને અરાઈવલ વીઝા બન્નેની સુવિધા આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.