બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / મને લાગ્યું વિદેશનું ઘેલું! એકાએક લાગ્યો વિઝા અરજીનો તાતો, VFS ગ્લોબલ રિપોર્ટ જાહેર
Last Updated: 11:25 AM, 30 August 2024
Visa Application : આપણે ત્યાંથી યુવાનોથી લઈ મોટેરાઓ સુધી તમામ અવસ્થાના લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ તરફ કોરોના મહામારી બાદ ભારતમાં વિઝા અરજીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. વિઝા સર્વિસ પ્રોવાઈડર VFS ગ્લોબલ કંપનીએ વિઝા અરજી અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર કોવિડ-19 રોગચાળા બાદ વિઝા અરજીઓની સંખ્યામાં વધારો થયો છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે, કોરોના મહામારી પછી વિદેશ પ્રવાસમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
વિઝા અરજીઓ વધી
ADVERTISEMENT
VFS ગ્લોબલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, જૂનમાં વિઝા અરજીઓની સંખ્યા પ્રી-પેન્ડેમિક સ્તરને વટાવી ગઈ છે. આ એપ્લિકેશન 2019 ના પ્રથમ છ મહિનામાં કરતાં 2 ટકા વધુ છે. તે જ સમયે, વર્ષ 2023ની સરખામણીમાં અરજીઓની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, વિઝા એટ યોર ડોર સ્ટેપ (VAYD) જેવી વ્યક્તિગત સેવાની માંગ પણ વધી છે. વર્ષ 2019ની સરખામણીમાં VAYDની માંગમાં ચાર ગણો વધારો થયો છે. VAYD 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં 16 ટકા વધ્યો છે. વિઝા એટ યોર ડોર સ્ટેપમાં અરજદારો ઘર અથવા કોઈપણ જગ્યાએથી વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને બાયોમેટ્રિક નોંધણી સેવાનો લાભ પણ મેળવી શકે છે.
વધુ વાંચો : સલમાનના બોડીગાર્ડ શેરાએ ખરીદી રેન્જ રોવર કાર, રોયલ ફોટો આગળ એક્ટર વામણા
જાણો કયા દેશોમાં VAYD સેવા ઉપલબ્ધ
VFS ગ્લોબલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતની VAYD સેવા 16 દેશો માટે ઉપલબ્ધ છે. મતલબ કે તમે ઘરે બેસીને આ દેશો માટે વિઝા માટે અરજી કરી શકો છો. તમે તમારા ઘરમાં આરામથી ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, હંગેરી, આઇસલેન્ડ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, સ્લોવેનિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકેના વિઝા માટે અરજી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.