બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:09 PM, 10 January 2025
ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે. હાલમાં તે બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે, અગાઉ તેઓએ બાબા નીમ કરૌલીના કૈંચી ધામની પણ મુલાકાત લીધી હતી. તેઓ બીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટે ઘૂંટણિયે પડીને મહારાજને પ્રણામ કર્યા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત વંદન કર્યું હતુ. અનુષ્કાએ સંત પાસેથી પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગ્યા હતા.
અનેક વખત વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા અને તેમના દર્શન કરવા માટે દેશના અગ્રણી વ્યક્તિઓ આવે છે. વિરાટ અને અનુષ્કા બીજી વખત પ્રેમાનંદ મહારાજના દર્શને ગયા હતા. આ દરમિયાન તેમને વિરાટ અને અનુષ્કાના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં અનુષ્કાએ કહ્યું હતું કે "ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે અમારા મનમાં કેટલાક પ્રશ્નો હતા જેથી મેં વિચાર્યું હતું કે હું પૂછીશ, પણ ત્યાં બેઠેલા બધાએ તમને કંઈક એવા જ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે હું તમારી સાથે મનોમન વાત કરી રહી હતી જે સવાલો મારા મનમાં હતા. બીજા દિવસે પણ તમારી એકાંકિત વાતચીત જોતી ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ તે પ્રશ્ન પૂછી લેતા. તમે બસ મને પ્રેમ અને ભક્તિ આપો".
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની પ્રશંસા પણ કરી હતી. સંતે કહ્યું હતું, "આ લોકો (વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા) ખૂબ બહાદુર છે. સંસારની ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ છે. અમને લાગે છે કે વિશેષ પ્રભાવ તમારી ઉપર ભક્તિનો પડશે. ભક્તિથી ઉપર કંઈ નથી. નામ જાપ કરો, ખુશ રહો. અને ખૂબ પ્રેમથી જીવો. ખૂબ આનંદમાં રહો."
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.