virus remains in the air for 2 t -3 hours after corona patient leaves three central labs warn
મહામારી /
કોરોના દર્દી તમારી આસપાસથી જાય છે તો જુઓ કેટલા કલાક હવામાં રહે છે વાયરસ, આ ખાસ જાણી લેજો
Team VTV10:21 PM, 19 May 21
| Updated: 10:25 PM, 19 May 21
દેશની જાણીતી ત્રણ લેબોરેટરીઓએ એવો ખુલાસો કર્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીના ગયા પછી 2 થી 3 કલાક સુધી વાયરસ હવામાં રહી શકે છે.
દેશની જાણીતી ત્રણ લેબોરેટરીનો ખુલાસો
કોરોના પોઝિટીવ દર્દીના ગયા પછી
2 થી 3 કલાક સુધી વાયરસ હવામાં રહી શકે છે
દેશની ત્રણ જાણીતી લેબના રિપોર્ટમાં ખુલાસો
ચંદીગઢની ઈન્સ્ટીટ્યુટ ઓફ માઈક્રોબિલયલ ટેકનોલોજી, સેન્ટ્રલ ઈન્સ્ટુરમેન્ટલ સાઈન્ટિફિક ઓર્ગેનાઈઝેશ અને હૈદરાબાદની સીસીએમબી તથા સીએસઆઈઆરની જોઈન્ટ પ્રેક્ટિકલ રિસર્ચને આધાર પર કાઉન્સિલ ઓફ સાઈન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ દેશભરમાં ગાઈડલાઈન જારી કરી છે.
પોઝિટીવ દર્દીના ગયા પછી 2-3 કલાક સુધી વાયરસ હવામાં રહી શકે છે
હકીકતમાં આ પ્રેક્ટિકલ સંશોધમાં એવું જણાયું કે કોરોના વાયરસ સંક્રમિત જે જગ્યાએ રોકાશે અને ત્યાં છીંક લેશે, અથવા ખાંસી લેશે કે વાતચીત કરશે અથવા તો તેના ત્યાંથી ગયા બાદ ઓછામાં ઓછઆ 2 થી 3 કલાક સુધી વાયરસ હવામાં રહી શકે છે.
આને કારણે બિલ્ડિંગ નિર્માણ કાર્યમાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે. આ ત્રણ મોટી કેન્દ્રીય લેબના આ પ્રેક્ટિકલ રિસર્ચના રિપોર્ટ સામે આવ્યાં બાદ
હવાના માધ્યમથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે
આ આખા મામલમાં મેડિકલ નિષ્ણાંતોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ મેડિકલ એસોસિએશનના એડવાઈઝર અને ચંદીગઢના જાણીતા ડોક્ટર આરએસ બેદીએ જણાવ્યું કે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે તેમાં ડ્રોપલેટ્સના માધ્યમથી વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું હતું અને હવે બીજી લહેરમાં કેન્દ્રીય લેબના આ રિપોર્ટથી સ્પસ્ટ થયું છે કે હવાના માધ્યમથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે.
ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવી શકે છે, આ રહ્યું કારણ
ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બની શકે છે તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે જે લોકો ઈમ્યુન નથી તેમને વાયરસ જલદીથી પકડી લેશે. મોટા લોકોને તો વેક્સિન મળી રહી છે પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. બાળકોની વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે તેમાં 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. દેશમાં હાલમાં બાળકોની સંખ્યા 30 કરોડ કરતા વધારે છે તેમાં 1 ટકા પણ બાળકોને ચેપ લાગ્યો તો લગભગ 3 લાખ બાળકો સંક્રમિત થઈ શકે છે.
કયા પ્રકારની તૈયારીઓની જરુર
કર્ણાટકના કોવિડ ટેકનીકલ એડવાઈઝરી કમિટીના સભ્ય રવિએ જણાવ્યું કે સરકારે કેટલાક નીતિગત નિર્ણયો લેવા જોઈએ. સ્કૂલ સુપર સ્પ્રેડર બની શકે છે. આપણી પાસે કોવિડ કેર વોર્ડ તથા આઈસીયુ નથી તેને પણ બનાવવા જોઈએ. સરવાળે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરુર છે.