Virendrasinh Yadav, SP Ahmedabad Rural Press Conference on the murder of Kisan Bharwad in Dhandhuka
કાવતરું /
કિશન ભરવાડ હત્યા મામલે પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, અમદાવાદ-મુંબઈ સુધી કેસના તાર
Team VTV07:03 PM, 28 Jan 22
| Updated: 07:05 PM, 28 Jan 22
મુંબઈના મૌલવી અને જમાલપુરના મૌલવી સાથે શબ્બીર મળ્યો હતો, જમાલપુરના મૌલાના મોહમદ અયુબ જાવરવાલાની ધરપકડ કરાઈ, મૌલવીએ શબ્બીરને પિસ્તોલ આપી હતી
ધંધુકામાં કિસન ભરવાડની હત્યા થઈ હતી
પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરી છે
ધંધુકા ફાયરિંગ કરી હત્યા મામલે વિરેન્દ્રસિંહ યાદવ,SP અમદાવાદ ગ્રામ્ય પ્રેસ કોન્ફરન્સ કરી કેસની તમામ વિગત અને તપાસ પર પ્રકાશ પાડયો હતો. SPના જણાવ્યા અનુસાર મૃતક કિશન ભરવાડે 20 દિવસ પહેલા વિવાદિત ધાર્મિક પોસ્ટ કરી હતી જેને લઈ વિરોધ થતા ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી પણ કરી હતી.અંતે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસની કાર્યવાહીથી આરોપીઓને સંતોષ ન હતો અને તે કિશનને સબક શીખવાડવા માંગતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતાની સાથે જ 2 આરોપીઓ ફેશન બાઈક પર સવાર થઈ બંદૂક લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં કિશનને એકલો જોઈ શબ્બીર નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. બાઈકમાં 2 શખ્સો આવ્યા હતા.જે શબ્બીર અને ઈમ્તિઆઝ નામે હતા. બાઈક ઈમ્તિઆઝ ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યું હતું.
મુંબઈના મૌલવી અને જમાલપુરના મૌલવી સાથે શબ્બીર મળ્યો હતો
સમગ્ર ઘટનામાં આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. મુંબઈના કોઈ મૌલવીને આરોપી મળવા ગયો હતો તેમજ આરોપી શબ્બીર વારંવાર ઉશ્કેરણી જનક મૌલવીઓની ક્લિપ પણ સાંભળતો હતો. કેસ અંગે અમદાવાદના મૉલવીનું સંડોવણું બહાર આવ્યું છે. સાંભળો SP અમદાવાદ ગ્રામ્ય વિરેન્દ્રસિંહ યાદવે કિશન હત્યા કેસમાં શું શું ખુલાસા કર્યા
અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની પત્રકાર પરિષદ
શબ્બીરે ફાયરિંગ કર્યું હતુ
ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો
શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ધંધુકાના રહેવાશી
મૃતકે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી
આરોપીએ પોસ્ટ ધ્યાનમાં રાખીને ફાયરિંગ કર્યું
શબ્બીર નામના આરોપીના જેહાદી પ્રકારના વિચારો છે
જમાલપુરમાં રહેતા મૌલવી અયુબને મળવા કીધુ હતુ
શબ્બીર મૌલવી અયુબને મળ્યો હતો
મુંબઈના મૌલવીએ પરિચય કરાવ્યો હતો
મુંબઈના મૌલવી અને જમાલપુરના મૌલવી સાથે શબ્બીર મળ્યો હતો
જમાલપુરના મૌલાના મોહમદ અયુબ જાવરવાલાની ધરપકડ કરાઈ
મૌલવીએ શબ્બીરને પિસ્તોલ આપી હતી
શબ્બીરે મુસ્લીમ કટ્ટરવાદી વિચારોને લઈને હત્યા કરી
મૌલવી અયુબે હથિયાર આપ્યું હતું
શબ્બીર સામે 2015માં લૂંટનો ગુનો નોંધાયો હતો
ફંડીગ કરાય છે કે નહી તેની તપાસ થશે
યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી: ગૃહરાજ્ય મંત્રી
વધુમાં મુદ્દા પર પ્રકાશ પાડતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે અલગ અલગ પાસા પર તપાસ કરવામા આવી છે. આ હત્યા એક કોન્સ્પીરેસી છે. બે યુવાનોને અમે પકડી લીધા છે પણ યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી. અમદાવાદ જિલ્લા પોલીસે મૌલવીને પડક્યા છે. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા છે. તેમજ હત્યારાઓ કેવી રીતે પ્રેરિત થયા તેની માહિતી મેળવવામાં આવી છે.
સારામા સારા વકીલને સરકાર રોકશે: મંત્રી હર્ષ સંઘવી
કિશનના હત્યારાઓને સજા જરૂર અપાવીશુ જે માટે આ કેસમાં સારામા સારા વકીલને સરકાર રોકશે. પોલીસ 3 દિવસથી સતત કામ કરી રહી હતી અને તમામ દિશા તપાસ કરી રહી છે સૌ સંગઠનો સાથે અમે વાતચિત કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની તમામ પોલીસ તપાસમાં લાગી છે