Virender Sehwag Offers To Play In Australia vs India 4th Test Cricket
ઓફર /
ટીમ ઈન્ડિયાના આટલા બધા ખેલાડીઓ ઘાયલ છે તો હું રમવા જવા તૈયાર છું, બાકી બધું જોઈ લઈશું
Team VTV12:11 AM, 13 Jan 21
| Updated: 12:16 AM, 13 Jan 21
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઇજા સામે જજૂમી રહેલી ટીમ ઇન્ડિયાને મંગળવારે મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે બોલર જસપ્રીત બુમરાહ બ્રિસ્બેનમાં થનારી ચોથી ટેસ્ટથી બહાર થઇ ગયા. તેવામાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન અજિંક્ય રહાણેની સામે સમસ્યા 11 ખેલાડીઓને એકત્ર કરવાની છે. આ વચ્ચે, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે તેઓ બ્રિસ્બેન ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે.
ટીમ ઇન્ડિયાના 6 ખેલાડી ઇજાગ્રસ્ત
11 ખેલાડી તૈયાર કરવાની કેપ્ટન સામે સમસ્યા
વિરેન્દ્ર સહેવાગે કહ્યું- હું મેચ રમવા તૈયાર
વિરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વિટમાં છ ખેલાડીઓના ફોટા પણ શેર કર્યા છે. તેમણે લખ્યું કે, આટલા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, 11 ના થઇ શકતા હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છું. ક્વારનટીન જોઇ લેશું. સહેવાગે BCCIને પણ ટેગ કર્યું છે.
Itne sab players injured hain , 11 na ho rahe hon toh Australia jaane ko taiyaar hoon, quarantine dekh lenge @BCCIpic.twitter.com/WPTONwUbvj
જણાવી દઇએ કે, બ્રિસ્બેનમાં થનારી ચોથી ટેસ્ટ પહેલા જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ ત્રણેય ખેલાડી બ્રિસ્બેનમાં નથી રમી શકે તેમ.
ઝડપી બોલર મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને બેટ્સમેન લોકેશ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે સીરીઝથી બહાર છે. ત્યારે, પહેલી 2 ટેસ્ટમાં નિષ્ફળ રહેનારા બોલર મયંક અગ્રવાલને નેટ પ્રેક્ટિસ દરમિયાન હાથમાં બોલ વાગ્યો. સ્કૈન રિપોર્ટની રાહ છે. તેઓ હનુમા વિહારીની જગ્યા લેવાના છે અને ઇજા ગંભીર ન હોવાથી રમી શકે છે.