બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 05:08 PM, 15 May 2019
હાર્દિકે મુંબઇ ઇન્ડિયન્સની આઇપીએલમાં ચોથી વખત ટાઇટલ જીતીને મહત્વની ભૂમિકા નિભાવી, આ પહેલા એ ટીવી ચેટ શો માં મહિલા વિરોધી નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાયો હતો.
ADVERTISEMENT
પ્રતિબંધ બાદ પરત ફરેલા હાર્દિકે આઇપીએલમાં 15 મેચોમાં 402 રન બનાવ્યા અને એનો સ્ટ્રાઇક રેટ 191.42 રહ્યો. સહેવાગે ક્રિકેટનેક્સ્ટને કહ્યું, 'બેટ અને બોલથી હાર્દિક પંડ્યાની પ્રતિભાની કોઇ આસપાસ પણ નથી.' હાર્દિક સાથે ચેટશો માં કેએલ રાહુલ પણ હતો પરંતુ બંનેએ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું.
ADVERTISEMENT
આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ હાર્દિક પંડ્યાના વખાણ કર્યા. ગાંગપુલીએ કહ્યું, 'હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા નિભાવશે. એ સારા ફૉર્મમાં છે. ભારત માટે એ ખૂબ મહત્વપૂર્ણ છે.' ગાંગુલીએ સેમીફાઇનલમાં પહોંચનાર ચાર ટીમોમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ઉપરાંત પાકિસ્તાનને પસંદ કરી.
એમને કહ્યું, 'પાકિસ્તાનની ઇંગ્લેન્ડમાં વિશ્વ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ઉલ્લેખનીય છે. બે વર્ષ પહેલા એને ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી હતી. પાકિસ્તાન હંમેશા ઇંગ્લેન્ડમાં સારું રમી રહ્યો છે.' ગાંગુલીએ જો કે કહ્યું કે કોહલીની ટીમને પાકિસ્તાનની ચિંતા કરવાની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT