બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વીરેન્દ્ર સહેવાગ આરતી સાથે લેશે છૂટાછેડા? 20 વર્ષ બાદ લગ્ન જીવનમાં ભૂકંપ, ઈન્સ્ટાગ્રામથી ઈશારો
Last Updated: 11:16 PM, 23 January 2025
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગથી જોડાયેલી એક હેરાન કરવાવાળી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સ છે કે વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની આરતી અહલાવતે લગ્નના 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. 2004માં લગ્ન કરેલા સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. એવામાં તેમના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
સૂત્રોનું કહેવું છે બંને ઘણા મહિનાને અલગ-અલગ રહી રહ્યા છે અને છૂટાછેડાની સંભાવના છે. પોતાની ઘાતક બેટ્સમેન માટે ફેમસ વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો ચે. 2007માં આર્યવિર સેહવાગ અને 2010માં વેદાંત સહેવાગનો જન્મ થયો હતો.
ADVERTISEMENT
જો તમે વીરેન્દ્ર સેહવાગને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો તો તમે જોયું હશે કે વીરેન્દ્ર સેહવાગે છેલ્લી ફોટો પોતાના પરિવારની દિવાળી 2024 ની પોસ્ટ કરી હતી. તે તસવીરોમાં સેહવાગ સિવાય તેમનો દીકરો અને મા દેખાઈ, પરંતુ પત્ની આરતી અહલાવત નહતી દેખાઈ. એવામાં સમજી શકાય છે કે લાંબા સમયથી ચાલતી આવતી આ કપલની ભાગીદારી હવે તૂટવાના આરે છે.
સેહવાગની પણ આ મામલે ચુપ્પી છે. એવામાં આરતી અને સેહવાગના અલગ થવાની અફવાઓને વધુ બળ મળ્યું છે. બે અઠવાડિયા પહેલા વીરેન્દ્ર સેહવાગ પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિર ગયા હતા. આની તસવીરો તેમને સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જોકે, તેમાં પણ આરતી ક્યાંય નહતી. આનાથી પણ તેમના સંબંધોમાં આવેલી તિરાડો વિશે સંકેત મળે છે.
વધુ વાંચો: IPL 2025 પહેલા KKRની ટીમનું ટેન્શન હાઈ, ઘાયલ થયો સૌથી મોંઘો ખેલાડી, ટેકો લેવો પડ્યો
કોણ છે આરતી અહલાવત?
નવી દિલ્હીની રહેવાસી આરતી અહલાવતે વધુ પડતો સમય પોતાની ઓળખને એક સામાન્ય વ્યક્તિના રૂપે જ રાખી છે. 16 ડિસેમ્બર 1980 એ જન્મેલી આરતીને લેડી ઇરવિન સેકેન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનથી ભણતર મેળવ્યું અને પછી દિલ્હી વિશ્વવિધ્યાલયના મૈત્રેયી કોલેજથી કમ્પ્યુટર સાઇન્સમાં ડિપ્લોમા કર્યું. વર્ષ 2000 આસપાસ સેહવાગ અને તેની લવ સ્ટોરી ચાલી અને પછી બંનેએ 2004માં લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.