બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / વીડિયોઝ / VIDEO: અડધી રાત્રે ઘરના રસોડામાં દેખાયો સિંહ, પરિવારના સભ્યોના જીવ અધ્ધર, જુઓ વીડિયો
Last Updated: 04:47 PM, 3 April 2025
કલ્પના કરો, તમે મધ્યરાત્રિએ એક ખડખડાટના અવાજને કારણે જાગી ગયા અને તમારા રૂમમાંથી બહાર નીકળતાની સાથે જ તમે તમારી સામે એક સિંહ ઉભો જોયો. ત્યારે તમે શું કરશો? સ્વાભાવિક છે કે, ખતરનાક પ્રાણીને જોયા પછી તમે ચોંકી જશો. એક પરિવાર સાથે પણ આવું જ કંઈક બન્યું, જ્યારે તેમને રાત્રે તેમના ઘરના રસોડાની દિવાલ પર સિંહ બેઠેલો જોવા મળ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે, જેનાથી લોકો ચોંકી ગયા છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો ગુજરાતના અમરેલીનો છે, જ્યાં મંગળવારે રાત્રે એક સિંહ જંગલમાંથી ભટકી ગયો અને કોવાયા ગામમાં ઘૂસી ગયો અને એક ઘરના રસોડાની દિવાલ પર બેસી ગયો. આ હિંસક પ્રાણીની અવર જવરથી વિસ્તારમાં ગભરાટ ફેલાઇ હતી. પરિવારે તેની ગર્જના સાંભળી હોવાનું કહેવાય છે. આનાથી તેને લાગ્યું કે કોઈ બિલાડી ઘરમાં ઘૂસી ગઈ છે, પણ બહાર આવતાની સાથે જ તે ચોંકી ગયો.
વધુ વાંચો : VIDEO : પપ્પા બનતા ખુશીમાં ઝૂમી ઉઠ્યો શખ્સ, પિતા સાથે સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ
ADVERTISEMENT
વીડિઓની શરૂઆતમાં, એક માણસ રસોડાની દિવાલ પર ટોર્ચ મારે છે, જે પહેલા સિંહની પૂંછડી પર પડે છે. બાદમાં સિંહને ઘરની અંદર ડોકિયું કરતો બતાવવામાં આવ્યો. તે હિંસક શિકારી પ્રાણીની આંખો અંધારામાં ચમકી રહી હતી, જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સિંહ કોઈ પર હુમલો કર્યા વિના દિવાલ પર બેઠો જોવા મળે છે. જોકે, હુમલાના ડરથી પરિવારના બધા સભ્યો ઘરની બહાર નીકળી ગયા. અત્યાર સુધી એવો કોઈ અહેવાલ નથી કે સિંહે કોઈને નુકસાન પહોંચાડ્યું હોય. બીજી એક વાયરલ ક્લિપમાં, સિંહ સ્થાનિક મંદિર પાસે ફરતો જોવા મળ્યો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.