સ્પોર્ટ્સ / વિરાટે અંગ્રેજ ખેલાડીને પછાડી ટી-20માં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

virat's new record in IPL

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. કોઈ લીગમાં એક ટીમ તરફથી સૌથી વધુ ૧૯૭ ટી-૨૦ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. તેણે આ સિદ્ધિ ગઈ કાલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમીને હાંસલ કરી. કોહલીએ ઈંગ્લેન્ડની ક્લબ સમરસેટ તરફથી ૧૯૬ મેચ રમનારા જેમ્સ હિલ્ડ્રેથનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૧૮૯ સાથે ચોથા અને સુરેશ રૈના ૧૮૮ મેચ સાથે પાંચમા નંબર છે, જ્યારે ભારતીય મૂળનો સમિત પટેલ ૧૯૧ મેચ સાથે ત્રીજા સ્થાન પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ