Virat Kohli shatters record to become fastest captain to 11,000 international runs
રેકોર્ડ /
વિરાટના નામે વધુ એક સિદ્ઘિ, સૌથી ઝડપથી 11000 કરનારો કેપ્ટન બન્યો
Team VTV09:37 AM, 11 Jan 20
| Updated: 04:05 PM, 11 Jan 20
ટીમ ઇન્ડિયાએ પૂણેમાં રમાયેલી ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 78 રનથી હરાવી દીધુ. આ સાથે જ વિરાટ કોહલી એન્ડ કંપનીએ વર્ષની પહેલી સીરિઝમાં 2-0થી જીત હાસલ કરી. ટીમ ઇન્ડિયાએ ઇંદોરમાં મેચ ૭ વિકેટથી જીતી હતી, તો ગુવાહાટી રમાનારી મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઇ હતી. આ જીતની સાથે આ મેચ વિરાટ કોહલી માટે સૌથી યાદગાર રહી.
જી હા, છેલ્લી અને અંતિમ T20માં એક રેકોર્ડ નોંધાવ્યો અને વર્લ્ડનો પહેલો કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં એક રન નોંધાવ્યો અને સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન એટલે કે 11000 રન કરનારો કેપ્ટન બની ગયો છે.
વિરાટ કોહલીએ આ રેકોર્ડ પૂરો કરવા માટે માત્ર 1 જ રનની જરૂર હતી, તેણે લકશન સંદાકનના બૉલ પર એક રન લઇને ઇન્ટરનેશનલ ક્રિકેચમાં સૌથી ઝડપથી 11000 રન કર્યા અને આ સિદ્ઘિ પોતાના નામે કરી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 11000 રન કરનારો વિરાટ વર્લ્ડનો સાતમો અને મહેન્દ્ર સિંહ ધોની પછી ભારતનો બીજો કેપ્ટન છે. વિરાટ અને ધોની ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને એલન બોર્ડર, સાઉથ આફિકાના ગ્રીમ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના સ્ટેફન ફ્લેમિંગે પણ આ સિદ્ઘિ નોંધાવી છે.
ટીમ ઇન્ડિયાએ ત્રીજી T-20માં પુણે ખાતે શ્રીલંકાને 78 રને હરાવ્યું છે. આ સાથે ઇન્ડિયાએ સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. ભારતે લંકા સામે છઠ્ઠી સીરિઝ જીતી છે. 202 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી શ્રી લંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના ધનંજય ડી સિલ્વાએ 57 અને એન્જલો મેથ્યુઝે 31 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા માટે નવદીપ સૈનીએ 3, શાર્દુલ ઠાકુર અને સુંદરે 2-2 અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.