બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli run out and took one handed catch vs australia in warm up match

ક્રિકેટ / VIDEO: કોહલી ફરી આવી ગયો ફૉર્મમાં! મેચમાં કમાલ કરીને અપાવી જીત, ફિલ્ડિંગ જોઈને આંખો થઈ જશે પહોળી

Premal

Last Updated: 07:31 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વોર્મ અપ મેચમાં હાર તરફ વધી રહી હતી. પરંતુ વિરાટ કોહલીની વ્યુહાત્મક ફીલ્ડિંગે ટીમને જીત અપાવી. પહેલા તેમણે સટીક થ્રો મારીને ટિમ ડેવિડને રન આઉટ કર્યો. ત્યારબાદ હવામાં ઉછળીને પેટ કમિન્સનો કેચ પકડ્યો.

  • ઓસ્ટ્રેલિયા સામે વોર્મ અપ મેચમાં કોહલીની વ્યુહાત્મક ફીલ્ડિંગે ટીમને જીત અપાવી
  • કોહલીએ કડક રીતે થ્રો મારીને ટિમ ડેવિડને રન આઉટ કર્યો
  • આ ઉપરાંત કોહલીએ હવામાં ઉછળીને પેટ કમિન્સનો કેચ પકડ્યો

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને વોર્મ અપ મેચમાં 6 રનથી હરાવ્યું

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ટી-20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં 6 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે 186 રન બનાવ્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી. ટીમને છેલ્લી બે ઓવરમાં જીત માટે માત્ર 16 રનની જરૂર હતી. ટીમની 6 વિકેટ બાકી હતી. અહીંથી વિરાટ કોહલી અને ભારતીય ટીમે મોટો ખેલ રચ્યો. 

થ્રો પર ડેવિડ રન આઉટ 

18મી ઓવરની બીજી બોલમાં વિરાટ કોહલીના સટીક થ્રો પર ટિમ ડેવિડ રન આઉટ થયા. ઓસ્ટ્રેલિયા માટે ફિનિશરની ભૂમિકા નિભાવનારા ડેવિડ બે બોલમાં 5 રન બનાવીને આઉટ થયા. હર્ષલ પટેલની બોલમાં જોસ ઈંગ્લિસે બોલને ઓન સાઈડમાં રમ્યો અને રન ચોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિરાટ કોહલીએ બોલને પકડ્યો અને હવામાં ઉછળીને સ્ટમ્પિંગ કર્યુ. ટિમ ડેવિડે રીપ્લે જોવાનુ વિચાર્યુ પણ નહીં અને પેવેલિયન જતા રહ્યાં. 

પેટ કમિન્સે કેચ પકડ્યો

વિરાટ કોહલી અહીં રોકાય નહીં. તેમણે છેલ્લી ઓવરમાં એક વખત ફરીથી કમાલ કરી. મોહમ્મદ શમીના ત્રીજા બોલમાં પેટ કમિન્સે મોટો શૉટ ફટકાર્યો હતો. બોલ લોન્ગ ઑન તરફ ગઇ. આ બોલમાં છગ્ગો ગયો હોત. પરંતુ વિરાટ કોહલીએ હવામાં ઉડીને બોલને એક હાથે પકડ્યો. વિરાટનુ હાસ્ય જોઈને સ્પષ્ટ રીતે ખબર પડતી હતી કે વિરાટને પણ વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે તેમણે આ કેચને પકડ્યો છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

T 20 World Cup 2022 Virat Kohli india vs australia tim david India vs Australia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ