બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:47 PM, 14 January 2025
ટેસ્ટ ક્રિકેટમાં કંગાળ પ્રદર્શન કરી રહેલો ટીમ ઈન્ડીયાનો સ્ટાર વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમતો જોવા મળી શકે છે. હકીકતમાં દિલ્હીની 41 ખેલાડીઓની યાદીમાં કોહલી અને પંતને સામેલ કરવામાં આવ્યાં છે. કોહલી છેલ્લે 2012માં રણજી ટ્રોફી રમ્યો હતો જ્યારે પંત 2017-18ની સિઝનમાં રમ્યો હતો. દિલ્હીની ટીમના બીજા જાણીતા ખેલાડીઓમાં નવદીપ સૈની અને હર્ષિત રાણા છે.
ADVERTISEMENT
🚨 DELHI SQUAD FOR 2ND ROUND IN THIS RANJI TROPHY 2025 🚨
— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025
- Virat Kohli & Rishabh Pant in the Squad..!!!! pic.twitter.com/gMcWAUEWj5
દિલ્હી ટીમે બહાર પાડી 41 ખેલાડીઓની યાદી
ADVERTISEMENT
દિલ્હીની ટીમ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અંતિમ ટીમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ તેમની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં દિલ્હી છેલ્લી બે મેચ બાકી છે, તેઓ 23 જાન્યુઆરીથી શરૂ થનારી બીજા રાઉન્ડની પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સામે ટકરાશે. ગ્રૂપ સ્ટેજની તેમની છેલ્લી મેચ 30 જાન્યુઆરીથી રેલવે સામે શરૂ થશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોહલી રમશે?
41 ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ હોવાથી કોહલી રણજી ટ્રોફીની છેલ્લી બે મેચ રમી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.