બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / virat kohli rishabh pant himalaya ad stuart broad alternative suggestions ben stokes jos buttler
vtvAdmin
Last Updated: 02:59 PM, 17 May 2019
તાજેતરમાં વેલનેસ ફર્મ હિમાલયા ડ્રગ કંપનીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને પોતાનો સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ એડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં કોહલી અને પંત આ બ્રાન્ડનું પ્રમોશન કરી રહ્યો છે.
ADVERTISEMENT
ત્યારબાદ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડએ વિરાટ કોહલી અને રિષભ પંતની જાહેરાતની મજાક ઊડાવી છે. સ્ટુઅર્ટ બ્રૉડ કોહલી અને પંતની આ જાહેરાતથી પ્રભાવિત ના થયો.
ADVERTISEMENT
Watch me and @RishabPant777 team up with @HimalayaMEN to take care of the one problem that keeps coming back. PIMPLES! #HimalayaMenPimplesGottaGo #LookingGoodAndLovingIt #VIRATxRISHABH pic.twitter.com/Pj4qetiOX1
— Virat Kohli (@imVkohli) May 16, 2019
બ્રૉડએ ટ્વિટ કરતાં લખ્યું, 'હું સાચું માનું છું કે જોસ બટલર અને બેન સ્ટોક્સ આ બ્રાન્ડ માટે સારા એમ્બેસેડર હોત. મહેરબાની કરીને @Phoenixmg3 સાથે સંપર્ક કરો.'
બ્રૉડને લાગે છે કે જોસ બટલર અને બેન સ્ટોક્સ વિરાટ કોહલી અને રિષભ પંત કરતા સારું કામ કરશે.
તમને જણાવી દઇએ કે કોહલીએ આ કરાર માટે કહ્યું, 'હું ટીમ હિમાલયાનો હિસ્સો બનીને ખૂબ ખુશ છું. હું લાંબા સમયથી હિમાલયાના ઉત્પાદો સાથે જોડાયેલો છું. ' પંતે કહ્યું, 'હિમાલયા છેલ્લા 88 વર્ષથી લોકોને ખુશ અને સ્વસ્થ રાખવામાં પ્રયત્નરત છે. એનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને મને ખુશી થઇ રહી છે. '
જણાવી દઇએ કે 12મીં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 30 મે 2019 થી 14 જુલાઇ 2019 સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સની મેજબાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT