રવિ શાસ્ત્રીનો ચોંકવનારો ખુલાસો, વર્લ્ડ કપ દરમિયાન વિરાટને મળશે આ સ્થાન

By : juhiparikh 11:46 AM, 07 February 2019 | Updated : 11:46 AM, 07 February 2019
ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીને નંબર ચાર પર બેટિંગ પર મોકલવાનો વિચાર કરી રહ્યા છે. બેટ્સમેનની અનુકૂળ સ્થિતિને જોઇને વિરાટ કોહલીની વિકેટ બચાવવા માટે તેણે ચોથા નંબર પર મોકલવામાં આવી શકે છે. રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''ચોથા નંબર પર બેટિંગ કરતા વિરાટ કોહલી બેટ્સમેનોની સ્થિતિને વધારે મજબૂત કરશે. ''

રવિ શાસ્ત્રીએ  એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''ટીમ ઇન્ડિયાના ટૉપ 3 બેટ્સમેનની સારી વાત એ છે કે પરિસ્થિતિને જોઇને તેમણે અલગ કરી શકીએ છીએ. વિરાટ કોહલી જેવો બેટ્સમેન ચોથા નંબર આવે તો બેટિંગ ક્રમને વધારે બેલેન્સ મળે તે ત્રીજા નંબર પર કોઇ પણ બીજા બેટ્સમેનને મોકલી શકીએ. આ ફેલેક્સિબિલટી છે અને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં આ પ્રકારની ફેલેક્સિબિલટી હોવી જોઇએ જેની મદદથી જાણી શકાય કે ટીમ માટે સારું શું છે. ''

રવિ શાસ્ત્રીએ આગળ કહ્યુ કે,'' ઇંગ્લેન્ડમાં સ્થિતિ જોઇને અમે તે અંગેનો નિર્ણય કરીશુ. કોઇ નથી ઇચ્છતુ કે કોઇ પણ મોટી ટૂર્નામેન્ટમાં 18 રન પર 3 અથવા તો 16 રન 4 વિકેટ પડે. હું ઇન્ટરનેશનલ વનડે સીરિઝ પર એટલું ધ્યાન નથી આપતો પરંતુ વર્લ્ડ કપ મેચમાં મારા સૌથી સારા બેટ્સમેનને કેમ ગુમાવી દઉ? અંબાતી રાયડૂએ હેમિલ્ટનમાં વનડે મેચમાં 90 રનની વિનિંગ ઇનિંગ રમીને પોતાની ક્ષમતા બતાવી જેથી તે ત્રીજા સ્થાન પર વિકલ્પ હોઇ શકે છે.''

ભારતીય હેડ કોચે કહ્યુ કે, ''કદાચ રાયડુ અથવા તો બીજો બેટ્સમેન ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે અને કોહલી ચોથા નંબરે રમવા આવી શકે છે. અમે સલામી જોડી સાથે કોઇ છેડછાડ નથી કરવા ઇચ્છતા''Recent Story

Popular Story