બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી આઉટ હતો કે નોટઆઉટ? કેમ ન લીધો DRS, રોહિતનો ગુસ્સે ભરાયેલો વીડિયો વાયરલ
Last Updated: 08:05 PM, 20 September 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. કોહલીએ પ્રથમ દાવમાં છ રન બનાવ્યા હતા. જ્યારે કોહલી બીજા દાવમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં કોહલીને સ્પિનર મેહદી હસન મિરાજના હાથે LBW આઉટ થયો હતો.
ADVERTISEMENT
Gill asked Virat 🗣️: "Take DRS!"
— JassPreet (@JassPreet96) September 20, 2024
Virat denied, saying, "Nahi yaar."
Even Ravi Shastri was shocked that he didn’t take the DRS! 🥲
What are you doing King 🥺#ShubmanGill #ViratKohli#IndVsBan #INDvsBANTEST
pic.twitter.com/DCefqNHEba
જો કે કોહલીએ રિવ્યુ લીધો હોત તો તે આઉટ થતા બચી ગયો હોત. વાસ્તવમાં બોલ કોહલીના બેટ પર વાગ્યો હતો. કોહલીએ સાથી બેટ્સમેન શુભમન ગિલની સલાહ લીધા બાદ રિવ્યુ લીધો ન હતો. ડગઆઉટમાં બેઠેલા કેપ્ટન રોહિત શર્મા રિપ્લે જોઈને ઘણો ગુસ્સે થયો હતો. તેને વિશ્વાસ ન હતો કે વિરાટે રિવ્યુ કેમ ન લીધો. બીજી તરફ મેદાન પરના અમ્પાયર રિચર્ડ કેટલબરોની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી.
ADVERTISEMENT
Ganty ka king mery ganty ka king 👑 @Rizzvi73 @SushantNMehta #INDvsBANTEST #ViratKohli pic.twitter.com/Ql1XKfCEWU
— Kashif Malik (@SportsK89857) September 20, 2024
તમને જણાવી દઈએ કે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 227 રનની લીડ મળી હતી. જવાબમાં બીજા દિવસના અંતે ભારતે તેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 81 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 33 અને ઋષભ પંત 12 રન બનાવીને અણનમ છે.
વધુ વાંચો : ક્રિકેટના દિગ્ગજોને પછાડી યશસ્વીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણીને થશે ગર્વ
Inside age 🤝 Virat Kohli story never change 😒#ViratKohli#INDvsBANTEST #INDvBAN #Gill pic.twitter.com/GLArCSagKk
— Pratham Gupta (@Pratham47938554) September 20, 2024
28 રનમાં બીજી વિકેટ ગુમાવનાર ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલી અને શુભમન ગિલ 67 રન સુધી લઈ ગયા હતા. આ દરમિયાન 20મી ઓવરમાં તેણે મેહદી હસનનો એક બોલ ઓનસાઇડ પર રમવાનો પ્રયાસ કર્યો. વિરાટ કોહલી આ ફુલ લેન્થ બોલ ચૂકી ગયો. બોલ પેડ સાથે અથડાય છે. અપીલ થઈ અને અમ્પાયરે આઉટ આપ્યો. આઉટ થયા બાદ વિરાટ કોહલી ડીઆરએસ લેવા માંગતો હતો. આ માટે તેણે નોન-સ્ટ્રાઈકર શુભમન ગિલની સલાહ લીધી હતી. તેણે વિરાટને ડીઆરએસ ન લેવાની સલાહ આપી હતી. આના પર વિરાટે ડીઆરએસ ન લીધો અને પેવેલિયન પરત ફર્યો. જ્યારે તે પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ટીવી સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થયું કે બોલ પેડ સાથે અથડાતા પહેલા બેટ સાથે અથડાયો હતો. આ જોઈને કેપ્ટન રોહિત શર્મા ગુસ્સાથી ભરાઈ ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.