બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli completes ten thousand runs in t20 cricket he is the first indian batsman to achieve this feat chris gayle pollard shoaib malik david warner mi vs rcb

ઈતિહાસ / IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આવુ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Hiralal

Last Updated: 11:28 AM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2021માં વિરાટ કોહલીએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ઈતિહાસ રચી દીધો છે. વિરાટે ટી-20 ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કર્યા છે અને આ ઈતિહાસ રચનાર તેઓ પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયા છે. કોહલી વિશ્વ ક્રિકેટમાં આ ઈતિહાસ રચનાર લગભગ પાંચમા બેટ્સમેન છે.

  • વિરાટ કોહલીએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ઈતિહાસ રચ્યો
  • વિરાટે ટી-20 ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કર્યા
  • કોહલી વિશ્વ ક્રિકેટમાં આ ઈતિહાસ રચનાર પાંચમા બેટ્સમેન

વિરાટે ગેલ બાદ સૌથી ઝડપી 10 હજાર રન પૂરા કર્યા

કોહલી પહેલાં ક્રિસ ગેલ, કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10,000 હજાર બનાવી શક્યા છે. વિરાટે ગેલ બાદ સૌથી ઝડપી 10 હજાર રન પણ પૂરા કર્યા છે અને તેમણે બાકીના ત્રણ બેટ્સમેનોને આ મામલે પાછળ ધકેલી દીધા છે.

ટી-20 ક્રિકેટમાં વિરાટ કોહલીનો સૌથી વધુ સ્કોર 113 રન રહ્યો

વિરાટ કોહલીએ મુંબઈ સામે 13 રન બનાવતા જ આ ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી. તેમણે ટી-20 કારકિર્દીની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો. કોહલી ટી-20 ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી 5 સદી અને 73 અર્ધસદી બનાવી છે અને તેનો સૌથી વધુ સ્કોર 113 રન રહ્યો છે. મહત્વનું છે કે, આઈપીએલમાં વિરાટ 6 હજારથી વધુ રન બનાવનારા એકલા બેટ્સમેન છે. ચેન્નઈ સામે રમાયેલી છેલ્લી મેચમાં આરસીબીના કેપ્ટન 53 રન બનાવી આઉટ થયા હતા અને આ સિદ્ધી પ્રાપ્ત કરતા ચૂકી ગયા હતા. ભારત તરફથી કોહલી બાદ ટી-20માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન રોહિત શર્મા છે. જેણે 351 મેચોની 338 ઈનિંગમાં અત્યાર સુધી કુલ 9348 રન બનાવ્યાં છે. આ દરમ્યાન હિટમેને છ સદી અને 65 અર્ધસદી ફટકારી છે.

તાજેતરમાં વિરાટ કોહલીએ કરી હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તેઓ ટી-20 વિશ્વ કપ બાદ ભારતીય ટીમના ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેશે. જાહેરાત કર્યાના બે દિવસ બાદ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ પદેથી હટવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આઈપીએલ 2021 બાદ વિરાટ આરસીબીમાં એક ખેલાડી તરીકે રમશે. કોહલી 2012થી બેંગ્લોરના કેપ્ટન પદે આસિન છે. પરંતુ તેઓ અત્યાર સુધી એક પણ વખત ટીમને ખિતાબ અપાવી શક્યા નથી. આવી સ્થિતિમાં યુએઈમાં ચાલી રહેલ આઈપીએલમાં તેઓ આરસીબીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવી ટીમનું સુકાની પદ છોડવા ઈચ્છે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ