બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli can take retirement after t20 world cup 2022

ક્રિકેટ / ટી20 વર્લ્ડ કપ બાદ કિંગ કોહલીનાં સંન્યાસની અટકળો! આ એક નિવેદન બાદ ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

Khevna

Last Updated: 11:04 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકીસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટથી સંન્યાસ લઈ શકે છે.

  • શોએબ અખ્તરે કહ્યું કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટથી સંન્યાસ લઈ શકે છે 
  • એશિયા કપમાં વિરાટે ફટકારી હતી પોતાની 71મી સદી 
  • અફઘાનિસ્તાન સામે બનાવ્યા હતા 122 રન 

 

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીની સફર સફળ રહી. આ ટુર્નામેન્ટ પહેલા તેઓ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા હતા, પણ એશિયા કપમાં તેમણે કમાલ કરી બતાવી. આ બધાની વચ્ચે એક એવું નિવેદન સામે આવ્યું છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ નિવેદન વિરાટ કોહલીનાં સન્યાસને લઈને છે. 

વિરાટના સન્યાસને લઈને ચોંકાવનારૂ નિવેદન 
વિરાટ કોહલીએ હાલમાં જ પોતાના ફોર્મમાં વાપસી કરી છે. તેમણે એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં પોતાની પહેલી ટી20 સદી પણ ફટકારી છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું ચોંકાવનાર નિવેદન સામે આવ્યું છે. શોએબ અખ્તરનું માનવું છે કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ 2022 બાદ ટી20 ફોર્મેટથી સન્યાસનું એલાન કરશે. 

ભવિષ્યને ધ્યાનમાં રાખતા લેશે રિટાયરમેન્ટ 
પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક લાઈવ સેશન દરમિયાન વિરાટ કોહલીનાં રિટાયરમેન્ટ વિશે વાત કરી. ટી20 વર્લ્ડ કપ 2022 બાદ વિરાટ કોહલી કદાચ ટી20 ફોર્મેટથી સન્યાસ લેશે. તેઓ આમ એટલા માટે કરી શકે છે, જેથી ક્રિકેટનાં અન્ય ફોર્મેટમાં તેઓ ધ્યાન આપી શકે. જો હું તેમની જગ્યાએ હોત, તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ જ નિર્ણય લેત. શોએબ અખ્તરનું માનવું છે કે એક ફોર્મેટ છોડ્યા બાદ વિરાટ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. 

ટી20 ક્રિકેટમાં શાનદાર આંકડાઓ 
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 104 ટી20 ઇન્ટરનેશનલ મુકાબલાઓ રમ્યા છે, જેમાં તેમણે 51.94ની સરેરાશે 3584 રન બનાવ્યા છે. કોહલીએ ટી20 ઇન્ટરનેશનલમાં 32 હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી ફટકારી છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 138. 37 રહ્યો છે. જ્યારે એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ 5 મેચમાં 92ની સરેરાશે 276 રન બનાવ્યા છે, જેમાં તેમણે અફઘાનિસ્તાન સામે 122 રન બનાવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ