Virat Kohli Become 2nd Indian Captain To Lead Team India In 50 Test
સિદ્ઘિ /
50 ટેસ્ટમાં કેપ્ટન્સી કરનારા ટીમ ઇન્ડિયાનો બીજી કેપ્ટન વિરાટ, પહેલા નંબર પર ધોની યથાવત્
Team VTV12:09 PM, 10 Oct 19
| Updated: 12:10 PM, 10 Oct 19
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગુરુવારે પૂને ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને પહોંચ્યા તો તેણે એક વધુ ઉપલબ્ધિ પોતાના નામે કરી. વિરાટ કોહલી હવે ટીમ ઇન્ડિયાની બીજા એવા કેપ્ટન બની ગયા છે, જેમણે 50 ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હોય. વિરાટના પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર કેપ્ટન રહ્યો, જેણે 50 થી વધુ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હોય.
50મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો છે વિરાટ કોહલી, ધોની પછી નંબર 2 પર
સર્વાધિક ટેસ્ટમાં કેપ્ટન્સી કરવાના મામલામાં ધોની-વિરાટના પછી ગાંગુલી નંબર 3
દુનિયામાં સર્વાધિક ટેસ્ટમાં કેપ્ટન્સી કરવાનો રેકોર્ડ SA ના ગ્રીમ સ્મિથના નામે
ગ્રીમ સ્મિથે 11 વર્ષો સુધી સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટન્સી કરી
કેપ્ટન્સીમાં હાફ સેન્ચુરી કરનારા વિરાટ કોહલી દુનિયાના 14માં અ ને બીજો ભારતીય કેપ્ટન છે. આ ટેસ્ટ મેચ પહેલા વિરાટ ભારતીય કેપ્ટનોની યાદીમાં સૌરભ ગાંગુલીની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર હતો. 49 મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરનાર સૌરભ ગાંગુલી (2000-2005 ) હવે ત્રીજા સ્થાન પર આવી ગયો. એમ.એસ.ધોની (2008-2014) ના 60 ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી અને આજે સૌથી વધારે ટેસ્ટમાં કેપ્ટન્સી કરનારી કેપ્ટન છે.
વિરાટ કોહલીએ વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હતી. આ સીરિઝમાં એમ.એસ.ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાની જાહેરાત કરી હતી અને પછી પૂર્ણ રૂપે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સી વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી.
દુનિયામાં સૌથી વધારે ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરનારા ખેલાડીની વાત કરવામાં આવે તો, આ રેકોર્ડ સાઉથ આફ્રિકના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે છે. 19 વર્ષની ઉંમરમાં અફ્રિકાની ટીમની કમાન સંભાળનારા સ્મિથ (2003-2014) એ 109 ટેસ્ટ મેચમાં આફ્રિન ટીમની કમાન સંભાળી હતી. પોતાના કરિયરમાં 117 ટેસ્ટ રમનાર સ્મિથે આ રેકોર્ડ 109 ટેસ્ટમાં પોતાની ટીમની કેપ્ટન્સી કરી. આ પછી ઑસ્ટ્રેલિયાના કેપ્ટન એલન બોર્ડર 93 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી 32માં ટીમને જીત અપાવી હતી. આના પછી સ્ટીફન ફ્લેમિંગનો નંબર આવે છે જેણે 80 ટેસ્ટમાં ટીમની જવાબદારી સંભાળી હતી. તો રિકી પોન્ટિંગે 77 મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી અને 48 મેચોમાં જીત મેળવી.