Team VTV11:40 PM, 19 May 22
| Updated: 11:41 PM, 19 May 22
IPL 2022 માં આજે RCB vs GT વચ્ચેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 8 વિકેટે વિજય થયો હતો. કિંગ કોહલીના ફેન્સ માટે સારા સમાચાર છે તો RCB માટે પ્લેઓફમાં પ્રવેશવાની આશા પણ હવે જીવંત છે.
વિરાટ કોહલી ફરી ફોર્મમાં
3 બોલમાં 73 રન બનાવ્યા
પ્લેઓફમાં પ્રવેશની RCB ની આશા જીવંત
બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું
IPLમાં 67મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ જીત બાદ હવે તેના 16 પોઈન્ટ થઈ ગયા છે.
વિરાટે 8 ફોર અને 2 સિક્સર ફટકારી
169 રનના સ્કોરનો પીછો કરતા બેંગ્લોરે 2 વિકેટના નુકસાને 18.4 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અંતમાં મેક્સવેલે બેંગ્લોર માટે માત્ર 18 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેના સિવાય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. તેણે આ મેચમાં 53 બોલમાં 73 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને 32 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
વિરાટના ફેન્સને રાહત
169ના સ્કોરનો પીછો કરતા આરસીબીએ શાનદાર શરૂઆત કરી હતી. ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 14.3 ઓવરમાં 115 રન જોડ્યા હતા. રાશિદ ખાને આખરે આ ભાગીદારી તોડી જે નહીંટર ખતરનાક બની ગઈ હોત. તેણે 44 રનના સ્કોર પર ફાફને આઉટ કર્યો હતો.
કેપ્ટન ફાફે 38 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. કોહલી આજે તેના આગવા અંદાજમાં જોવા મળ્યો હતો અને તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 53 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રાશિદ ખાન પર મોટો શોટ મારવાની પ્રક્રિયામાં તે સ્ટમ્પ થઈ ગયો હતો. જો કે કિંગ કોહલીના ફરી ફોરમમાં આવી જવાથી વિરાટના ફેન્સને રાહત અનુભવાઈ છે.