IPL 2022 માં RCB vs CSK ની મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની આઉટ થયા બાદ વિરાટ કોહલિનો એંગ્રી યંગ મેનનો અવતાર જોઈ ફેન્સ ભડક્યા હતા. સોશ્યલ મીડિયા પર આ મુદ્દે ઘણી ચર્ચા ચાલી હતી.
IPL 2022 માં વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ
ચેન્નાઈ સામે RCB એ 13 રનથી જીતી મેચ
ધોની આઉટ થતાં વિરાટ કોહલીનું રીએક્શન વાયરલ
રોયલ ચેલેન્જસૅ બેંગલોર(RCB) ના પુવૅ કેપ્ટન વિરાટ કોહલીનો આઈપીએલ 2022માં બેટથી સંઘષૅ ચાલુ છે. વિરાટ બુઘવારે ચેન્નઈ સુપર કિંગ્સની વિરૂધ્ધ 33 બોલ માં 30 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પણ બૈંગલોરે પુણેના એમસીએ સ્ટેડિયમમાં ચેન્નઈને 13 રનથી હરાવી દીધુ્ં હતું. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી ગયું હતું.
વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ
બેટથી વિરાટના ખરાબ પ્રદશૅનથી ચાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. એવામાં વિરાટ તે સમયે એક વાર ફરીથી ચાહકોના ધ્યાનમાં આવી ગયો છે, જ્યારે તેણે મેચ દરમિયાન એમએસ ધોનીના આઉટ થયા બાદ પોતાનું રિએક્શન આપ્યું હતું તે જોઈને લોકો ખૂબ નિરાશ થયા હતા. 33 વષૅનો વિરાટ તે સમયે પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શક્યો નહિ, જ્યારે હેજલવુડે ધોનીને પેવેલિયન તરફનો રસ્તો બતાવ્યો હતો.
વિરાટને આવી ગયો ગુસ્સો
બન્યુ એવું કે 19મી ઓવરના પહેલા જ બોલ પર હેજલવુડે ધોનીને રજત પાટીદારના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. ફીલ્ડરે કેચ કરતા જ વિરાટ ગુસ્સામાં ગરમ થઈ ગયો હતો.આ દરમિયાન તેનું ખતરનાક રીએક્શન જોવા જેવું હતું. ધોનીના આઉટ થતા જ વિરાટ એટલો ગુસ્સામાં હતો કે તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દધો હતો. વિરાટની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
તેના આ એક્શન પછી ચાહકોએ આરસીબીના પુવૅ કેપ્ટનનો ક્લાસ લેવાનો ચાલુ કરી દીધો છે. એક યુઝરે સોશિયલ મીડીયા પર લખ્યું, ' અસ્વીકાર્ય, તે સાચે જ ભારતીય સેના, ખાસકરીને ધોનીને ગાળો આપી રહ્યા છે. હું હંમેશાથી જાણું છું કે કોહલી દેશદ્રોહી છે.'
Unacceptable, He is literally abusing indian army personnel Ms Dhoni. 💔
તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી બેસ્ટ ફિનિશર ઘોની આ વખતે ચેન્નઈને જીત અપાવી શક્યા નથી અને તેઓ ત્રણ બોલ પર બે રન બનાવીને આઉટ થઈ ગયા હતા. બૈંગલોરના 8 વિકેટ પર 173 રન ના જવાબમાં ચેન્નઈની ટીમ 8 વિકેટ પર 160 રન જ બનાવી શક્યું હતું. આ જીત પછી બૈંગલોર હવે ટોપ-4 માં પહોંચી ગઈ છે. જયારે, બીજી તરફ ચેન્નઈની 10 મેચોમાં આ સાતમી હાર હતી અને ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
દુનિયાના બેસ્ટ બેસ્ટમેનોમાંના એક વિરાટ કોહલી હાલ પોતાના ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યા છે.ઈંટરનેશનલ ક્રિકેટમાં લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા છે અને વિરાટના બેટથી હજુ સુધી એક પણ સદી થઈ નથી અને આ જ હાલ તેમનું 2022 માં પણ ચાલુ છે. રોયલ ચેલેંજર્સ બૈંગલોરના પુર્વ સુકાની વિરાટના બેટથી લીગના 15માં સીઝનમાં હજુ સુઘી એક જ અડઘી
સદી થઈ છે. આ સીઝનમાં તેઓ બે વાર ગોલ્ડન ડકનો પણ શિકાર થઈ ચુક્યા છે. તેઓએ આઈપીએલ 2022માં 10 મેચોમાં 20.67 ની સરેરાશથી 186 રન જ બનાવ્યા છે.