Virat Kohli Angry on Fans made fun of the young bowler kamlesh nagarkoti during practice
Viral /
VIDEO: તારા માટે આવ્યો છે કે મેચ માટે... Photo બાબતે ફેન પર ભયંકર ગુસ્સે ભરાયો કોહલી, સ્ટેડિયમમાં જ લગાવી ક્લાસ
Team VTV04:41 PM, 26 Jun 22
| Updated: 05:14 PM, 26 Jun 22
ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ રમી રહી હતી દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા કમલેશ નાગરકોટિ સામે લોકો કમેંટ પાસ કરી રહ્યા હતા ત્યારે પહેલા વિરાટ કોહલી તે લોકોને શાંત રહેવા માટે કહ્યું પણ..
ભારતીય ટીમ ઈંગ્લેન્ડના ટુર પર છે. આ ટુર પર ગયા વર્ષેના બચેલ એક ટેસ્ટ મેચની સાથે સાથે 3 વનડે અને એટલા જ ટી-20 મેચો રમાશે. ભારતને એક જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિજની છેલ્લી મેચ રમવાની છે, જે મેચનું ગયા વર્ષે કોરોનાને કારણે આયોજન નહતું થયું, આ વર્ષે પણ આ મેચ પર કોરોનાનો કહેર મંડરાઈ રહ્યો છે. શનિવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્માએ બોલિંગ નહતી કરી. લોકોને તેની પાછળનું કારણ સમાજમાં નહતું આવતું કે રોહિત શર્મા ટીમના કેપ્ટન શા માટે પ્રેક્ટિસ મેચમાં ભાગ નથી લઇ રહ્યા પણ મોડી રાત્રે એ વાત બહાર આવી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત બન્યા છે.
1 જુલાઈથી આ ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા લિસ્ટરશર સામે પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. એ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા કમલેશ નાગરકોટિ સામે સ્ટેન્ડમાં ઊભા થોડા લોકો કમેંટ પાસ કરી રહ્યા હતા. વિરાટ કોહલી તે લોકોને શાંત રહેવા માટે કહ્યું અને અંતે તેમની પર ગુસ્સો કરી અંતે બધાને શાંત કરી વિરાટ કોહલી શાંત થયા. જો કે હાલ સોશ્યલ મીડિયા પર એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
Real Captain who take stand with the youngesters, Kohli slammed a guy who was making fun of Kamlesh Nagarkoti during warm up game pic.twitter.com/rJrJpKddfr
આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ કહે છે કે,' ક્યારનો એમને બોલવું છું પણ એક ફોટો નથી ખેંચવા દેતા. હું મારી જોબ છોડીને અંહિયા આવ્યો છું તો એક ફોટોતો લેવો બને છે એટલા માટે જ નગરકોટિને બોલાવું છું.' આ સાંભળીને વિરાટ કોહલી ગુસ્સે થઈ જે છે અને સામે વ્યક્તિને જવાબ આપતા કહે છે કે ' અંહિયા અમે ફોટો ખેંચાવવા આવ્યા છીએ કે મેચ રમવા માટે..'
આવું પહેલી વખત નથી થયું
આ પહેલી વખત નથી બન્યું જ્યારે વિરાટ કોહલી એમના સાથી ક્રિકેટરો માટે લોકો સામે લડી પડ્યા હોય. આઆ પહેલા 2021 માં આયોજાયેલ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ શમી પર કમેંટ કરનાર લોકો સામે વિરાટ લડી પડ્યા હતા અને શમીનો પક્ષ ખેંચ્યો હતો. આ ઘટના સમયે ઘણા લોકોએ વિરાટ કોહલીને ટ્રોલ પણ કર્યો હતો.
જો કે મેચ દરમિયાન પહેલી પારીમાં વિરાટ કોહલી અમ્પાયર સાથે પણ થોડી બોલાચાલી થઈ હતી. અમ્પાયરે રોમન વોકરની જોરદાર અપીલ સામે વિરાટને આઉટ આપ્યો હતો એ સમયે પણ વિરાટ ગુસ્સે થયો હતો અને અમ્પાયર સામે બોલાચાલી કરી હતી.