હાલમાં જ અનુષ્કા શર્મા દીકરી વમિકા સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એરપોર્ટ પર અનુષ્કાના ખોળામાં દેખાઈ દીકરી વમિકા
વિરાટ આ રીતે નિભાવી રહ્યો છે પિતાની ભૂમિકા
અનુષ્કા વિરાટનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
અનુષ્કા ફિલ્મોથી તો દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. અનુષ્કાએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે અને તેનું નામ વમિકા રાખ્યું છે. ત્યારે તેણે થોડાં સમય પહેલાં જ દીકરી સાથે તેની તસવીર શેર કરી હતી. જોકે, હજી સુધી તેમની દીકરીનો ચહેરો મીડિયા સામે આવ્યો નથી. તો હવે એરપોર્ટ પર દીકરીને ખોળામાં લઈને અનુષ્કા અને વિરાટ સ્પોટ થયા છે.
અભિનેત્રી 11 જાન્યુઆરીએ માતા બની હતી. ગર્ભાવસ્થા દરમિયાન અનુષ્કા તેના ફોટોઝ શેર કરતી હતી. દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્માએ 1 ફેબ્રુઆરીએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેનું નામ પણ તેના ફેન્સને જણાવ્યું હતું. હવે અનુષ્કા પતિ અને દીકરી સાથે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી છે.
અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટી 20 શ્રેણીમાં ભારતે 3-2થી જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે તેની વધુ મેચ માટે પૂણે માટે રવાના થઈ રહી છે. આ દરમિયાન વિરાટ અનુષ્કા તેમની દીકરી સાથે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા છે. ત્રણેયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં ફોટામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અનુષ્કાની દીકરી ગ્રીન કલરનો ટોપ પહેરેલી જોવા મળી રહી છે, પરંતુ તેનો ચહેરો દેખાતો નથી. અભિનેત્રી તેની દીકરીને કપડાંથી કવર કરતી જોવા મળે છે અને વમિકાનું માથું જ દેખાય છે. બીજી બાજુ, તસવીરમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વિરાટ તેની દીકરી વામિકાનું બેબી સ્ટ્રોલર હાથમાં પકડીને જતા જોવા મળી રહ્યો છે. દીકરી માટે વિરાટનું આ સ્વરૂપ જોઈ ફેન્સ તેની ખૂબ જ પ્રસંશા કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં જે મેચ ચાલી રહી હતી, તેને જોવા અનુષ્કા તેની દીકરીને લઈને અમદાવાદ પહોંચી હતી. આ ત્રણેયની સાથે આવી તસવીરો પહેલીવાર સામે આવી છે.