બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:18 PM, 23 May 2024
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ભલે ચેમ્પિયન બનવાની રેસથી બહાર થઈ ગઈ છે પરંતુ આખી IPLમાં તેમણે ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું. વિરાટ ઓરેન્જ કેપના દાવેદાર છે, બીજી તરફ તેમના રોકાણ વાળી કંપની ગો-ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનું શેર બજારમાં લિસ્ટિંગ થઈ ગયું છે અને વિરાટે એકી ઝાટકે 37 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ADVERTISEMENT
286 રૂપિયા પર થઈ શેરોની લિસ્ટિંગ
ADVERTISEMENT
ઈન્શ્યોરન્સ સેક્ટરની કંપની Go Digit Insuranceનું ગુરૂવારે શેર બજારમાં લિસ્ટિંગ થયું. IPO હેઠળ કંપનીના શેરો માટે અપર પ્રાઈસ બેંડ 272 રૂપિયા સેટ કરવામાં આવી હતી અને તેનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 5 ટકા પ્રીમિયમ પર 286 રૂપિયા પ્રતિ શેર પર થયું. એટલે કે ફક્ત લિસ્ટિંગ વખતે એક શેર પર 14 રૂપિયા સીધો ફાયદો અને બીજી બાજુ આ સ્ટોકે બોમ્બે સ્ટોક એક્સચેંજ પર લિસ્ટિંગ 281.10 ટકા પર કર્યું.
એકી ઝાટકે વિરાટને થઈ આટલી કમાણી
ક્રિકેટર વિરાટ કોહલીના ગો ડિજિટ કંપનીમાં કરવામાં આવેલા રોકાણ વિશે વાત કરીએ તો વિરાટ કોહલીએ વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં કંપનીમાં 75 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી 2,66,667 સ્ટોક્સ ખરીદ્યા હતા.
વધુ વાંચો: ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
આ હિસાબથી જોઈએ તો 5 ટકા પ્રીમિયમ પર થયેલી લિસ્ટિંગની સાથે જ તેમણે આજે લગભગ 37.38 લાખ રૂપિયાનો નફો થયો છે અને વિરાટ કોહલીનું રોકાણ વધીને 7 કરોડ 63 લાખ રૂપિયાથી વધારે થઈ ગયું છે. જ્યારે તેમણે આજથી 4 વર્ષ પહેલા ફક્ત 2 કરોડ રૂપિયા રોકાણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT