virat kohli and anushka sharma airport look images viral
વાયરલ /
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એરપોર્ટ લુક, આ અંદાજમાં જોવા મળ્યા
Team VTV01:32 PM, 19 May 19
| Updated: 01:39 PM, 19 May 19
ઇન્ડિયન ક્રિકેટર વિરાટ અને અભિનેત્રી અનુષ્કા શર્મા બંને હંમેશા પોતાના એરપોર્ટ લુકને લઇને ચર્ચામાં રહે છે. આ વખતે ફરીથી એક વખત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના એરપોર્ટ લુક ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં બંને ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી રહ્યા છે.
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તાજેતરમાં પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર નજરે આવી, વિરાટ કોહલીએ બ્લેક પેન્ટ અને વ્હાઇટ ટીશર્ટ પહેર્યું હતું જેની પર પ્લે સ્ટેશન લખેલું હતું. અનુષ્કા શર્માએ ટૉપર પર પેરિસ લવ લખ્યું હતું.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દરેક તહેવાર પર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની સાથે ફોટા પણ અપલોડ કરતા રહે છે.
એક બાજુ વિરાટ કોહલીની ટીમ આ આઇપીએલમાં ટ્રૉફી જીતી શકી નહીં તો અનુષ્કા શર્માની ગત ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઇ હતી.
અનુષ્કાની ગત ફિલ્મ ઝીરો હતી એ શાહરૂખ ખાન અને કેટરીના કેફની સાથે કામ કરતી નજરે પડી હતી.
જણાવી દઇએ કે અનુષ્કા શર્માની કોઇ પણ ફિલ્મને લઇને હાલ કોઇ હલનચલન નથી.
છેલ્લી ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે જોવાનું એ છે કે અનુષ્કા કયો પ્રોજેક્ટ પિક કરે છે.