બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા સામેની મેચમાં કેચ ઝડપીને વિરાટે મેદાન પર કર્યો એવો ડાંસ, ફેન્સ થઇ ગયા આફ્રિન
Last Updated: 09:12 PM, 4 August 2024
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી પોતાની જબરજસ્ત બેટિંગની સાથે-સાથે પોતાના અનોખા અંદાજ માટે પણ ઓળખાય છે. કોહલી મેદાન પર ગુસ્સો પણ કરે છે અને મસ્તી પણ કરે છે. શ્રીલંકા સામેની બીજી વનડેમાં કોહલીનો અનોખો અંદાજ ફરીએકવાર જોવા મળ્યો. કોહલી ફરીએકવાર ક્રિકેટ મેદાન પર ડાંસ કરતા જોવા મળ્યા. શ્રીલંકા સામેની બીજી વનડેમાં કોહલીએ શાનદાર કેચ પકડીને રિયાન પરાગની જેમ બિહુ ડાન્સ કર્યો હતો.
ADVERTISEMENT
Can never get enough of Kohli’s celebrations 🕺
— Sony LIV (@SonyLIV) August 4, 2024
The Axar-Virat duo fetches India another wicket!
Watch #SLvIND 2nd ODI LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/YF6eW6E7Di
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અસમના ખેલાડી રિયાન પરાગનું આ ડાંસ મુવ્સ ખુબજ લોકપ્રિય છે.. બિહુ એ આસામનું પરંપરાગત નૃત્ય છે અને રિયાન પરાગે ઘણીવાર મેદાન પર તેના ડાંસ મુવ્સ કરી ચૂક્યા છે.. હવે તેના ડાન્સની નકલ વિરાટ કોહલીએ પણ કરી છે.વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને તેની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.