બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 13 January 2025
ગયા વર્ષે 2024 માં ફેબ્રુઆરી મહિનામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમના દીકરા અકાયનું દુનિયામાં સ્વાગત કર્યું હતું. આ બંને જણા હંમેશા તેમની પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખે છે આજ સુધી તેમણે તેમના દીકરાનો એક પણ ફોટો સોશિયલ મીડિયા પર ક્યાંય પોસ્ટ કર્યો નથી, બંને સેલિબ્રિટી હોવા છતાં પણ સજાગરૂપે તેમના બંને બાળકોને લાઇમલાઇટથી દૂર રાખે છે. તેઓ હંમેશા એ ધ્યાન રાખે છે કે ક્યાંય પણ તેમના બાળકોનો ફોટો કે વીડિયો બહાર આવવો ના જોઈએ. પરંતુ તેમ છતાં અકાયની પહેલી ઝલક સામે આવી છે અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સામે આવી અકાયની ઝલક
અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર અકાય જોવા મળ્યો હતો. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વીડિયોમાં વિરાટ અને વામિકા દેખાતા નથી. આ ક્લિપ વિરાટ અને અનુષ્કાના એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, " બેબી અકાય કોહલીનો ચહેરો સામે આવ્યો છે અને તે ગોળમટોળ છે " અનુષ્કા અને વિરાટ બે દિવસ પહેલા જ સાથે પાછા ફર્યા હતા. આ વિડીયો કદાચ તે સમયનો છે. જો કે વિરાટ પહેલા બહાર આવીને ખાતરી કરી ગયો હતો કે બાળકોના ફોટા ન લેવાય. આમ છતાં આ વીડિયો સામે આવ્યો છે. અનુષ્કાએ ચહેરા પર માસ્ક પહેર્યું છે અને તેના ખોળામાં બેબી અકાય છે જે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે અને તેની ક્યુટનેસ જોઈને લોકો તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી.
કપલે પોસ્ટ દ્વારા શેર કર્યા હતા સમાચાર
આ વીડિયો ઉપર તેમના ફેન્સ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું કે, " અકાય એકદમ વિરાટ જેવો છે" તો અન્ય એક યુઝરે લખ્યું કે, " આ તો જેહ જેવો જ ક્યૂટ છે" . ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થકી અકાયના જન્મની જાણ કરી હતી. તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, " ઘણી બધી ખુશીઓ અને પ્રેમ ભરેલા હ્રદય સાથે અમને એ જણાવતા ખુશી થાય છે કે 15 ફેબ્રુઆરીએ અમે વામિકાના નાના ભાઈ અને અમારા બીજા બાળક અકાયનું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. જીવનના આ સૌથી સારા સમયમાં અમે તમારો પ્રેમ અને આશીર્વાદ માંગીએ છીએ અને સાથે અનુરોધ કરીએ છીએ કે અમારી પ્રાયવસીનું સન્માન કરો. પ્રેમ અને આભાર, વિરાટ અને અનુષ્કા"
વધુ વાંચો: રિચાર્જ-સબ્સ્ક્રિપ્શન વગર જ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં જુઓ ફિલ્મો, આ ટ્રિક તમારા કામની
'છકડા એક્સપ્રેસ'થી કમબેક
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત આગામી સ્પોર્ટ્સ બાયોપિક 'છકડા એક્સપ્રેસ' માટે તૈયારી કરી રહી છે. આ અભિનેત્રી ઘણા સમયથી બ્રેક પર છે. પુત્રીના જન્મ પછી તેણે કોઈપણ પ્રોજેક્ટ હાથમાં લીધો નથી. આ ફિલ્મથી તે 5 વર્ષ પછી ફિલ્મોમાં પરત ફરશે. છેલ્લે અનુષ્કા ડિસેમ્બર 2018 માં આનંદ એલ રાયની રોમેન્ટિક ડ્રામા 'ઝીરો' માં અને તે જ વર્ષે આવેલી ફિલ્મ 'સૂઈ ધાગા' માં પણ જોવા મળી હતી. હાલમાં, અભિનેત્રી તેના પરિવારને સમય આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.