બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / virat and anushka reached the ashram of spiritual guru swami dayanand saraswati

ઋષિકેશ / કોહલીનું મનડું રંગાયું ! અનુષ્કા-વામિકાને લઈને પહોંચ્યો PM મોદીના ગુરુના આશ્રમમાં

Hiralal

Last Updated: 10:37 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકાને લઈને ઋષિકેશના દયાનંદ ગિરી બાપુના આશ્રમમાં પહોંચ્યો હતો.

  • વિરાટ કોહલી પત્ની-પુત્રી સાથે પહોંચ્યો ઋષિકેશ 
  • દયાનંદ ગીરીના આશ્રમમાં કર્યાં દર્શન
  • બાપુની સમાધિએ શીશ ઝૂકાવ્યું
  • દયાનંદ ગીરી છે પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ 

ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને હાલમાં ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી આરામ અપાયો છે અને હાલમાં તે દેશના મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે. એક કહીએ તો ચાલે કે કોહલી ભક્તિના રંગમાં રંગાયો છે. પહેલા કોહલીએ પરિવાર સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી જે પછી આજે કોહલી, પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો. 

ધાર્મિક વિધિઓ માટે ઋષિકેશ આવ્યો હોવાની ચર્ચા 
વિરાટ-અનુષ્કા ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અને અનુષ્કા ધાર્મિક વિધિના સંબંધમાં અહીં પહોંચ્યા છે. ધાર્મિક વિધિઓ મંગળવારે થવાની સંભાવના છે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયલે જણાવ્યું કે, અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતી પણ કરવામાં આવી હતી. કોહલીનો યોગ ટ્રેનર પણ તેમની સાથે આશ્રમમાં રોકાયા છે. મંગળવારે સવારે યોગ અને પૂજા-પાઠ કર્યા બાદ વિરૂષ્કા આશ્રમ ખાતે જાહેર ધાર્મિક વિધિ કરીને ભંડારાનું પણ આયોજન કરશે. 

દયાનંદ ગિરી છે પીએમ મોદીના ગુરુ 
ઉલ્લેખનીય છે કે દયાનંદ ગિરી પ્રધાનમંત્રી મોદીના આધ્યાત્મિક ગુરુ હતા જેમનો દેહાંત થયેલો છે. 11 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આધ્યાત્મિક ગુરુ દયાનંદ સરસ્વતીના દર્શન પણ કર્યા હતા. ત્યારથી આ આશ્રમ વધુ પ્રખ્યાત બન્યો છે, જેના કારણે ઘણા દિગ્ગજો અહીં આધ્યાત્મિકતાની શાંતિ માટે સ્થળાંતર કરવા માટે થોડા દિવસો માટે આવે છે. 

અનુષ્કા સાથે વૃંદાવન પણ ગયો હતો કોહલી 
આ પહેલા 4 જાન્યુઆરી 2023ના દિવસે વિરાટ અને અનુષ્કા  પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યાં હતા અને ત્યાં તેમણે તેમનો સત્સંગ સાંભળ્યો હતો.  વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં કમાલની રમત રમ્યો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ તારીખ 9મી ફેબુ્રઆરીથી થઈ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli in Rishikesh kohli in rishikesh kohli in uttarakhand કોહલી ઈન ઋષિકેશ virat and anushka in rishikesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ