બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દરિયાની લહેરો વચ્ચે કપલને રોમાન્સ કરવું ભારે પડ્યું, બોયફ્રેન્ડ સામે જ યુવતી તણાઇ, જુઓ ખૌફનાક Video

VIDEO / દરિયાની લહેરો વચ્ચે કપલને રોમાન્સ કરવું ભારે પડ્યું, બોયફ્રેન્ડ સામે જ યુવતી તણાઇ, જુઓ ખૌફનાક Video

Last Updated: 01:22 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક કપલનો શોકિંગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે બન્નેએ એક બીજાનો હાથ પકડેલો છે. ત્યારે સમુદ્રની લહેરો વધારે ઉંચી ઉઠવા લાગે છે અને અચાનક યુવતી તણાવવા લાગે છે.

સોશિયલ મીડિયા પર એક કપલનો શોકિંગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ બન્ને તે સમયે સમુદ્ર કિનારે ઉભા રહીને રોમાંસ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં ઉંચી લહેરો ઉઠી રહી હતી. ઘટના 16 જૂનની જણાવવામાં આવી રહી છે. ત્યાં જ આ મામલો રશિયાના સોચીનો છે. આ ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે તેનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.

તણાઈ ગઈ યુવતી

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તો કપલ સમુદ્રની લહેરોની વચ્ચે ચાલી રહ્યું હોય છે. તેના બાદ અચાનક ઉંચી લહેર ઉઠે છે. બન્ને એક બીજાનો હાથ પકડીને ઉભા હતા. ત્યારે કપલ લહેરમાં તણાવવા લાગે છે. યુવક પોતાની જાતને સંભાળી લે છે.

પરંતુ યુવતી સંભાળી નથી શકતી અને દરિયામાં તણાઈ જાય છે. ત્યાં હાજર એક અન્ય શખ્સ તેમની મદદ માટે આવે છે. પરંતુ ત્યાં સુધી યુવતી તણાઈ ગઈ હોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક વારંવાર સમુદ્રની લહેરોની વચ્ચે પોતાની ગર્લફ્રેન્ડને શોધે છે પરંતુ તે નથી મળતી.

વધુ વાંચો: 'હું તો માનવતા પર...', સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન કરવા અંગેની અટકળો પર સસરાએ તોડ્યું મૌન

રિપોર્ટ અનુસાર ત્રણ દિવસથી સતત યુવતીની શોધ ચાલું હતી પરંતુ તેના વિશે કોઈ જાણ નથી મળી.

સંકળાયેલા મુદ્દાઓ

Woman Russia Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ