બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ચાલતી કારમાંથી મહિલા નીચે પડી, શ્વાસ અધ્ધર કરી દેતો વીડિયો વાયરલ

વાયરલ / VIDEO : ચાલતી કારમાંથી મહિલા નીચે પડી, શ્વાસ અધ્ધર કરી દેતો વીડિયો વાયરલ

Last Updated: 02:18 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video : ડુંગરાળ રસ્તા પરથી પસાર થતી વખતે સ્કોર્પિયોનો દરવાજો અચાનક ખુલી જતાં મહિલા રસ્તા પર પડી ગઈ, જાણો પછી શું થયું ? જુઓ Viral Video

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. આ ક્રમમાં હવે એક માર્ગ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. વાહન ચલાવતી વખતે થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે તેથી લોકોને ઘણીવાર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. વધુ ઝડપે વાહન ચલાવવા ઉપરાંત કારના દરવાજા યોગ્ય રીતે લોક કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક ડુંગરાળ રસ્તા પરથી પસાર થતી વખતે સ્કોર્પિયોનો દરવાજો અચાનક ખુલી જાય છે, જેના કારણે મહિલા જોરથી રસ્તા પર પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો નેપાળનો છે, જેમાં એક મહિલા હાઇ સ્પીડ ફોર-વ્હીલર પરથી રસ્તા પર પડી રહી છે.

આ વીડિયો @nebresultandnews0 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કેટલાક લોકો ડ્રાઇવરને દોષી ઠેરવી રહ્યા છે તો ઘણા લોકો આ માટે મહિલાને દોષી ઠેરવી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી: આમાં ડ્રાઇવરની ભૂલ નથી, મહિલા પોતે દરવાજો બંધ કરી શકી હોત. જ્યારે બીજા યુઝરે લખ્યું છે - સીટ બેલ્ટ પહેરો અને સુરક્ષિત રહો. જ્યારે બીજાએ લખ્યું છે - ડ્રાઇવરને શાપ આપવાને બદલે, સીટ બેલ્ટ પહેરવાનું શીખો તે વધુ સારું છે.

વધુ વાંચો : VIDEO : કિંગ કોબરા પણ ગરમીથી ત્રાહીમામ, ઠંડક મેળવવા ઘૂસી ગયો ફ્રિજમાં

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સ્કોર્પિયોના દરવાજા પાસે બેઠી છે, પરંતુ કારનો દરવાજો યોગ્ય રીતે બંધ નહોતો તેથી જ્યારે સ્કોર્પિયો ડુંગરાળ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે અચાનક કારનો દરવાજો ખુલે છે અને મહિલા સીધી રસ્તા પર પડી જાય છે. જોકે તે સદનસીબે છે કે, મહિલાને કોઈ પણ રીતે ઈજા થઈ નથી અને તે માંડ માંડ બચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral videos women videos Social media
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ