બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બાળકને વીજળીનો શોક લાગ્યો, યુવકે પોતાનો જીવના જોખમે આ રીતે બચાવ્યો

વાયરલ / VIDEO : બાળકને વીજળીનો શોક લાગ્યો, યુવકે પોતાનો જીવના જોખમે આ રીતે બચાવ્યો

Last Updated: 11:34 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થતાં વીડિયોમાં કેરેક એવું જોવા મળે છે કે જેને જોવા માત્રથી કે તેની કલ્પના માત્રથી હચમચી જવાય. હાલ ચેન્નાઈનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે.

તમિલનાડુના ચેન્નાઈનો જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં 24 વર્ષના કન્નન તમીઝસેલવનના બહાદુરીના વખાણ થઈ રહ્યા છે. કારણકે તેણે પોતાનો જીવ જોખમમાં નાખીને એક બાળકને વીજળીના ઝટકાથી બચાવ્યો છે.

હીરોની જેમ બચાવ્યો જીવ

આ ચોંકાવનારી ઘટના 16 એપ્રિલના રોજ તમિલનાડુના ચેન્નઈના અરુમ્બક્કમ વિસ્તારમાં બની હતી. જેના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ યુવાનની હિંમતના વખાણ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાળક પાણી ભરેલા રસ્તા પર વીજળીનો કરંટ લાગવાથી તરફડી રહ્યો છે. આ જોઈને તમિઝસેલ્વન તેની મદદે આવે છે અને એક હીરોની જેમ બાળકનો જીવ બચાવે છે.

માનવતાનું ઉદાહરણ

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે સમયે બાળક પડી ગયું હતું, તે સમયે તમિઝસેલ્વન તેની બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી કોઈ પણ ખચકાટ વગર તેણે બાઇક રોકી અને તરત જ ઇલેક્ટ્રિક શોકથી પીડાતા બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો. આ વીડિયોએ માનવતા અને બહાદુરીનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વરસાદી પાણીમાં વીજ કરંટ

ધોરણ 3 માં ભણતો આ બાળક વરસાદી પાણીથી ભરેલો રસ્તો ક્રોસ કરીને ઘરે જઈ રહ્યો હતો. પરંતુ જંકશન બોક્સ પાસે પહોંચતાની સાથે જ તેનો પગ એક ખુલ્લા વાયર પર પડ્યો અને તે પાણીમાં પડી ગયો. તે સમયે ત્યાંથી બાઇક પર પસાર થઈ રહેલા તમિઝસેલવ્ને કોઈ વિચાર કર્યા વિના જ બાઇક પરથી ઉતરીને વિદ્યાર્થીને બચાવવામાં લાગી ગયો.

વધુ વાંચો: VIDEO : પરિણીત મહિલાએ પ્રેમીને એવી જગ્યાએ છુપાવ્યો કે, તમે પણ જોઈને ચોંકી જશો

યુઝર્સે કર્યા વખાણ

@vurashashi ના X હેન્ડલ પરથી વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે 24 વર્ષીય કન્નન તમિઝસેલ્વનને સલામ જે નિર્દોષને બચાવવા દોડ્યો. આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકો કોમેન્ટ સેક્શનમાં આ યુવાનની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી "સમાજને તમિઝસેલવ્ન જેવા લોકોની જરૂર છે. ભાઈને મારા હૃદયપૂર્વકના સલામ." બીજા એક યુઝરે લખ્યું "તમારી બહાદુરીની હું ગમે તેટલી પ્રશંસા કરું, તે ઓછી હશે." "બાળકને બચાવીને તમે હિંમત અને માનવતાનું એક નવું ઉદાહરણ બેસાડ્યું છે." બીજા એક યુઝરે લખ્યું "ભગવાન આવા સારા દિલના લોકો પર હંમેશા પોતાના આશીર્વાદ રાખે." બીજા યુઝરે કમેન્ટ કરી "વીડિયો હૃદયને સ્પર્શી ગયો. મને રડું આવી ગયું પણ એ ખુશીના આંસુ હતા."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamilnadu Viral Video Viral Video chennai News
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ