બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Last Updated: 08:05 AM, 21 April 2025
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં 9 વિકેટે મુંબઈએ મેચ પોતાની તરફ કરી પણ આખી મેચમાં ચર્ચાનો વિષે રહ્યો 17 વર્ષના આયુષનો ડેબ્યૂ. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાવાળો સૌથી યંગ પ્લેયર બની ગયો છે. આ મેચમાં આયુષે 15 બોલમાં 32 રન બનાવ્યા જેમાંથી તેણે 4 ફોર અને 2 સિક્સ ફટકારી.
ADVERTISEMENT
𝙁𝙚𝙖𝙧𝙡𝙚𝙨𝙨 𝙖𝙣𝙙 𝙁𝙡𝙖𝙢𝙗𝙤𝙮𝙖𝙣𝙩 🤩
— IndianPremierLeague (@IPL) April 20, 2025
How about that for a start 🔥
Ayush Mhatre's #TATAIPL career is up and away in some fashion 💛#CSK 52/1 after 6 overs.
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#MIvCSK | @ChennaiIPL pic.twitter.com/UVvmdWotvY
IPLમાં CSK ટીમના અત્યાર સુધીના યંગ પ્લેયર્સ
ADVERTISEMENT
જ્યારે આયુષ મ્હાત્રે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો કઝિન ( પિતરાઈ ભાઈ) સ્ટેડિયમમાં તેનું પરફોર્મન્સ જોઈને ભાવુક થઈ ગયો હતો. તે ખુશી થઈને નાચી પણ રહ્યો હતો અને તેની આંખોમાં ખુશીના આંસુ પણ હતા. અને આ ઈમોશનલ ક્ષણનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
કઝિનનો વિડીયો થયો વાયરલ
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. ચેન્નાઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના આધારે 16મી ઓવરમાં જ ટાર્ગેટ અચિવ કરીને મેચ 9 વિકેટથી જીતી લીધી. રોહિત શર્માએ 45 બોલમાં 76 રનની ઇનિંગ રમી અને નોટ આઉટ રહ્યો. સૂર્યાએ 30 બોલમાં 68 રનની ઇનિંગ રમી. સૂર્યાએ 5 સિક્સ અને 6 ફોર ફટકારી. જેના કારણે મુંબઈએ ચેન્નાઈના 177 રનનો ટાર્ગેટ 16મી ઓવરમાં જ સરળતાથી ચેઝ કરી લીધો.
A lovely video of Ayush Mhatre's cousins watching Ayush play. 🥹❤️pic.twitter.com/5OhHPTTRNB
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2025
વધુ વાંચો: રોહિત-સૂર્યાએ બોલોરોને ધોયા, CSKની 9 વિકેટથી હાર, મુંબઈએ લગાવી જીતની હેટ્રિક
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.