બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / CSKના ટ્રેનિંગ સેશનમાં ધોનીએ ફટકાર્યો એવો હેલિકોપ્ટર શોટ, કે Video વાયરલ, ફેન્સને યાદ આવ્યા જૂનાં દિવસો

ક્રિકેટ / CSKના ટ્રેનિંગ સેશનમાં ધોનીએ ફટકાર્યો એવો હેલિકોપ્ટર શોટ, કે Video વાયરલ, ફેન્સને યાદ આવ્યા જૂનાં દિવસો

Last Updated: 09:39 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL સીઝન શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન મથીશા પથિરાનાના બોલ માહીએ મારેલો શૉટ વાયરલ થઈ રહ્યો છે.

IPL2025 મેચ પહેલાની નેટ પ્રેક્ટિસમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સના માહીએ મથીશા પથિરાનાના બોલ પર એક જબરદસ્ત હેલિકોપ્ટર શોટ માર્યો. આ શોટે ચાહકોને જૂના દિવસોની યાદ અપાવી દીધી. મથિશા પથિરાનાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને શાનદાર યોર્કર ફેંક્યો અને માહીએ હેલિકોપ્ટર શોટથી સિક્સર ફટકારી. એમએસ ધોનીની આ સિક્સર પછી ચાહકો સોશિયલ મીડિયા પર જૂના દિવસો યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો કહી રહ્યા છે કે માહીએ તેના હેલિકોપ્ટર શોટથી તેમને જૂના દિવસોની યાદ અપાવી દીધી.

શું માહીની છે આ છેલ્લી IPL?

તાજેતરમાં મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ માહીની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. જોકે માહીના નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે. પરંતુ આ વિકેટકીપર બેટર દર વખતે બધી અટકળોને ફગાવી દીધી છે. એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. હાલમાં માહી ફક્ત IPL જ રમે છે.

આ પણ વાંચો: જે વિરાટ કોહલીનો સાથી રહી ચૂક્યો છે, તે કરશે IPL 2025નું અમ્પાયરિંગ, કરાયું ઓફિશિયલ એલાન

માહી IPLનો સૌથી સફળ કેપ્ટન!

એમએસ ધોનીની ગણતરી આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. માહીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ 5 ટાઇટલ જીત્યા. જોકે હવે એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની સિવાય ફક્ત રોહિત શર્માએ કેપ્ટન તરીકે પાંચ વખત IPL ટાઇટલ જીત્યું છે. જોકે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું કેપ્ટન તરીકે રુતુરાજ ગાયકવાડ પોતાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પ્રદર્શન કરી શકશે? ચેન્નાઈ સુપર કિંગ્સ રવિવારથી પોતાની આઇપીએલ સિઝન શરૂ કરશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni IPL 2025 Sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ