બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / VIDEO : શું ખાખ ભવિષ્ય? કેનેડામાં વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો પહોંચ્યાં, બેરોજગારી ચરમસીમાએ
Last Updated: 05:51 PM, 6 October 2024
ભારતીયો સારી નોકરી કે કામ માટે વિદેશ જતાં હોય છે પરંતુ તેમને ખબર નથી કે ત્યાં પણ હાલત ભારત કરતાં વધુ ખરાબ છે. તાજેતરમાં કેનેડાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાની અમથી વેઈટરની નોકરી માટે 3000થી વધુ ભારતીય યુવાનો પહોંચતાં ચરમસીમાએ પહોંચેલી બેરોજગારીનો પુરાવો મળ્યો છે.
ADVERTISEMENT
Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
Massive unemployment in Trudeau's Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI
બ્રેમ્પટનમાં તંદૂરી ફ્લેમ રેસ્ટોરન્ટમાં છે વેઈટરની જગ્યા
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોથી કેનેડામાં હાજર ભારતીયોને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ વીડિયોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ એક રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી માટે લાઈનમાં ઉભા જોવા મળે છે. કેનેડાના બ્રેમ્પટનમાં તંદૂરી ફ્લેમ રેસ્ટોરન્ટની બહાર ભારતના વિદ્યાર્થીઓની લાંબી કતાર જોવા મળે છે. વીડિયોમાં પંજાબી ભાષામાં બોલતા વ્યક્તિના કહેવા પ્રમાણે, વેઈટરની પોસ્ટ માટે આ નોકરી મેળવવા માટે 3 હજારથી વધુ યુવાનો અહીં પહોંચ્યા છે.
વધુ વાંચો : ફૂટ્યો પ્રેમ પરપોટો! અમદાવાદમાં પતિએ પત્નીને છરીથી વીંધી નાખી, સાળાને મોકલ્યાં 'પુરાવા'
કેનેડામાં બેરોજગારી ચરમસીમાએ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, તેણે કેનેડામાં કામ કરવા અથવા અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો વિશે ચર્ચા જગાવી છે. જો કે, ઘણા લોકોએ આ વીડિયો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે વિદેશમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરવી સામાન્ય બાબત છે. આમાં કશું ખોટું નથી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે કેનેડાનું આ દ્રશ્ય ખૂબ જ ડરામણું છે. ટ્રુડોના કેનેડાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યાં મોટા પાયે બેરોજગારી છે. સુવર્ણ ભારતના સ્વપ્ન સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ તેમના નિર્ણય અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હૈદરાબાદમાં હેરાનીભર્યું / પ્રેમમાં તો આવું પણ થાય! ગર્લફ્રેન્ડે ખૂબ વિચિત્ર કારણે કર્યો આપઘાત, માન્યામાં નહીં આવે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.