બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 PM, 17 January 2025
લોકો પર અત્યારે Instagram Reelનું ભૂત ચડી ગયું છે કે તેઓ ન તો પોતાના જીવની ચિંતા કરતા કે બીજા કોઈની. લોકો જીવના જોખમે પણ રિલ બનાવતા હોય છે. એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક બાઇક સવારે પુલ પર બનેલા રેલવે ટ્રેક પર બાઈક ચલાવી રહ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન એક બાળક પણ બેઠેલો છે જે, વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે. એક જીવલેણ સ્ટંટ છે. જેમાં આ ત્રણેય સાથે કોઈ પણ મોટી દુર્ઘટના બની શકે છે. આ વાયરલ વિડીયો ઝારખંડનો લાગી રહ્યો છે.
ADVERTISEMENT
Reel માટે લગાવી જીવની બાજી
આ હ્રદય કંપાવી દેતો આ વિડીયો Ghar Ke Kalesh નામના x એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
A Guy riding a motorcycle on a railway bridge over a river while making a reel, endangering not only their own life but also the lives of two others. The video appears to be from Jharkhand
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 17, 2025
pic.twitter.com/7jl6v4Xxv5
આમ તો વિડીયોને Jharkhand Rail Users નામથી એક્સ હેન્ડલથી અપલોડ કરવામાં આવ્યો છે. આ સાથે જ મમલી મામલાની માહિતી આપતા લખ્યું છે કે, 'આ વિડીયોમાં, વ્યક્તિ નદી ઉપર બનેલા રેલવે પુલ પર બાઇક ચલાવતો રૂલ બનાવતા દેખાઈ રહ્યા છે, જેમાં તેની સાથે બંને લોકોનો જીવ પણ જોખમમાં છે. આ વિડીયો ઝારખંડનો લાગે છે. RPF INDIA ને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
વધુ વાંચો: શું છે કાર્બન ક્રેડિટ? કોને ફાયદો? જેને ખરીદવા ગૂગલે ભારતીય સ્ટાર્ટઅપ સાથે કર્યો કરાર
Viral Video જોઈ યુઝર બોલ્યા 'લાઈફને સર્કલ બનાવી રાખ્યું છે'
દુર્ઘટનાને આમંત્રણ આપતો આ વિડિયો 17 જાન્યુઆરીએ એક્સ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર 23000 થી વધારે વ્યુઝ મળ્યા છે. ત્યારે યુઝર્સે ઘણી રીએક્શન પણ આવી રહ્યું છે. એક યુઝર્સે લખ્યું છે કે, 'એટલું જ જીવથી રમવું?' બીજો લખે છે કે, ' ભાઈ આ બધુ ન કરો તો કન્ટેન્ટ ક્યાંથી મળશે?' ત્રીજાએ લખ્યું, 'જીવનને સર્કલ બનાવી રાખ્યું છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.