બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 AM, 13 April 2025
લગ્નને લગતા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં અમુક વખતે કપલને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક એ કપલની જોડી એટલી મિસમેચ હોય છે કે જોનારાઓ વિચારી રહ્યા હોય છે કે તેમના લગ્ન કેવી રીતે થયા. તાજેતરમાં એક આવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં યુઝર્સ એક સુંદર દુલ્હન અને વરરાજાની જોડી જોઈને ચોંકી ગયા છે.
ADVERTISEMENT
દુલ્હનના વિદાયનો વીડિયો વાયરલ
વીડિયોમાં કન્યાના લગ્ન પછી વિદાયનો પ્રસંગ જોવા મળી રહ્યો છે. જેમાં વરરાજા તેને ગળે લગાવીને રીલ બનાવી રહ્યો છે અને કન્યા વિદાય પ્રસંગે ઉદાસ અને મૌન છે. છોકરીની સુંદરતાના વખાણ થઈ રહ્યા છે જ્યારે છોકરા વિશે વિવિધ ટિપ્પણીઓ થઈ રહી છે. લોકો આ કપલને મિસ મેચ કહી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું મજબૂરી હોઈ શકે કે આટલી સુંદર છોકરીએ આ છોકરા સાથે લગ્ન કર્યા? જોકે અમે આ વીડિયોની પુષ્ટિ કરતાં નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: યુવતીએ રિઝ્યુમમાં લખ્યું એવું કે, લાઈનમાં લાગી ગયા નોકરીદાતાઓ
સોશિયલ મીડિયા પર યુઝર્સની કમેન્ટ્સ
આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @adultsutra નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં અને લાઇક કરવામાં આવ્યો છે. યુઝર્સે આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું, "આ બધું સરકારી નોકરીની અસર છે." બીજા એક યુઝરે મજાક ઉડાવી "સરકારી નોકરીએ છોકરીની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે." બીજા કોઈએ લખ્યું "જો વચેટિયા શક્તિશાળી હોય તો કંઈપણ શક્ય છે." આ રીતે લોકોએ આ કપલ વિશે રમૂજી અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. હાલ તો આ વિદાયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે લોકો તેના પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.