લગ્નના ઘણા વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થતા હોય છે પરંતુ આ વીડિયો જોઇને તમે હસવુ જ નહી રોકી શકો.
લગ્નના દિવસે બની અજીબ ઘટના
ઉતરી ગયો વરરાજાનો પાયજામો
વીડિયો થઇ ગયો વાયરલ
લગ્નના દિવસે વરરાજા કે દુલ્હન પોતે સુંદર દેખાય તે માટે હેવી કપડા પહેરતા હોય છે પરંતુ કેટલીક ભૂલના કારણે હાસ્યને પાત્ર બને છે. હાલમાં જ એક લગ્નમાં એવી ઘટના બની કે તમે પણ વીડિયો જોઇને જોર જોરથી હસી પડશો.
વરરાજાનો ઉતરી ગયો પાયજામો
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં લગ્ન થઇ રહ્યાં છે અને સ્ટેજ પર જયમાલાની વિધી ચાલી રહી છે. દુલ્હન પ્રેમથી વરરાજાને હાર પહેરાવે છે અને વરરાજા દુલ્હનને હાર પહેરાવવા જાય છે ત્યારે તેનો પાયજામો ઉતરી જાય છે અને આ જોઇને ત્યાં રહેલા બધા લોકો હસવા લાગે છે. વરરાજા પોતે પણ હસતા હસતા પોતાનો પાયજામો ચડાવે છે.