વીડિયો / સુરતના લાલદરવાજા વિસ્તારમાં ધમધમી રહ્યો છે દારુનો અડ્ડો

સુરતમાં ફરીવાર દારૂના અડ્ડા ધમધમતા થયા હોવાના વીડિયો રોજબરોજ અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે. સુરતના લાલદરવાજા વિસ્તારમાં દારુના અડ્ડો ધમધમી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે દારૂબંધીના કાયદા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનોના ડેપો પાસે દારુનો અડ્ડો ધમધમી રહ્યો હતો તેમ છતા પોલીસને તે વાતની જાણ ન હોતી તે પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ ડેપો અને મનપાની વોર્ડ ઓફિસ વચ્ચે દારુનો બિન્દાસ્ત ધમધમતા તો હતો અડ્ડો. વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આ અડ્ડા પર લોકો દારૂ છૂટથી લેવા આવે છે. હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે પણ એક સવાલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ