viral video of father daughter rendition of lata mangeshkar song tere mere milan ki yeh raina wins internet
Viral Video /
પિતા-દિકરીની જબરદસ્ત ટ્યુનિંગ, ગાયુ લતા મંગેશકરનું ગીત 'તેરે મેરે મિલન...', સાંભળીને મંત્રમુગ્ધ થયા લોકો
Team VTV12:40 PM, 09 Mar 22
| Updated: 12:41 PM, 09 Mar 22
આ નાનકડા વીડિયોમાં તેમને 1973ની ફિલ્મ અભિમાનના ગીત પર ગિટાર વગાડતા અને ગીત ગાતા જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો આ વીડિયો
પિતા-પુત્રીએ ગાયુ લતા મંગેશકરનું આ ગીત
સાંભળીને મંત્રમુગ્ધ થયા લોકો
આમ તો સોશિયલ મીડિયા પર મોટાભાગે પિતા અને દિકરીના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. પરંતુ હવે જે પિતા અને દિકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેણે ઘણા લોકોનું દિલ જીતી લીધુ છે. આ વીડિયોમાં પિતા અને દિકરીની જોડીને એક સાથે લતા મંગેશકરનું ગીત તેરે મેરે મિલન કી યે રૈના ગાતા સાંભળી શકાય છે. બન્નેએ આટલી સુંદર સમાં બાંધી છે કે તેને સાંભળીને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જશે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને જૂહી સિંહે પોતાના પેજ ઉકલુલે ગર્લ ઓફિશિયલ પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું. આ નાના વીડિયોમાં તેમણે 1973ની ફિલ્મ અભિમાનના ગીત પર ગિટાર વગાડતા અને ગીત ગાતા જોઈ શકાય છે. તેમાં મધુરતાએ શરૂઆત કરી અને તેમના પિતા પણ તેમાં શામેલ થયા. તેમની ભાવપૂર્ણ પ્રસ્તુતિ તમને તે વારંવાર સાંભળવા પર મજબૂક કરી દેશે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
જૂહીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "ક્યારેક ક્યારેક ઈન્ટરવ્યૂની વચ્ચે અમે રિલ પણ બનાવી લઈએ છીએ. સુંદર ગીત." શેર કર્યા બાદ આ વીડિયોને અત્યાર સુધી 25 હજારથી વધારે વખત જોઈ લેવામાં આવી ચુક્યો છે. લોકો આ પરફોર્મન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "આ સાંભળીને મારા કામ ધન્ય થઈ ગયા. બીજા યુઝરે લખ્યું. જે ક્ષણ તમારા પિતાએ ગીત શરૂ કર્યું, મારા રૂવાડા ઉભા થઈ ગયા."
1973ની છે ફિલ્મ
જણાવી દઈએ કે તેરે મેરે મિલન કી યે રૈના 1973ની ફિલ્મ અભિમાનનું એક ગિત છે. જેમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન મુખ્ય ભુમિકાઓમાં છે. લતા મંગેશ્કર અને કિશોર કુમારે સ્વર આપ્યા છે. સંગીત એસડી વર્મન દ્વારા રચિત છે અને ગીત મઝરૂહ સુલ્તાનપુરી દ્વારા લખવામાં આવ્યું છે.