બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બહારથી નાની ઝૂંપડી, પણ અંદરથી જોશો તો જાણે કોઇ 5 સ્ટાર હોટલ! Video જોઇ આંખો પહોળી થઇ જશે
Last Updated: 12:45 PM, 19 March 2025
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક કાચાં ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બહારથી સામાન્ય દેખાતી આ ઝૂંપડીનો અંદરનો નજારો જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે. કારણ કે અંદરથી આ ઝૂંપડી કોઈ લક્ઝુરિયસ બંગલોથી ઓછી નથી. તમે પણ આ વીડિયો જોશો તો જ ખબર પડશે કે અંહિયા શું કહી રહ્યા છીએ.
ADVERTISEMENT
ઉતાવળે કોઈ માટે અભિપ્રાય ના બાંધો
ઍક જૂની અંગ્રેજી કહેવત છે કે 'Don't judge a book by its cover' એટલે કે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ વિશે તેના બાહ્ય દેખાવ પરથી તેના વિશે અભિપ્રાય ના બાંધો. બસ આવું જ કઇંક આ વાયરલ વીડિયોની ઝૂંપડીનું છે. તમે વીડિયો જોશો તો ખ્યાલ આવશે કે આ કાચું ઘર જે બહારથી સામાન્ય લાગે છે તેની અંદરનો નજારો જોશો તો તમને પણ આશ્ચર્ય થશે. ચાલો જોઈલો પહેલા આ વીડિયો.
ADVERTISEMENT
અલ્યા! આ તો ઝૂંપડી છે કે મહેલ?
વીડિયોમાં દેખાતું આ ઘર ખરેખર ચોંકાવનારું છે. બહારથી તે સામાન્ય માટીના ઘર જેવું લાગે છે પરંતુ અંદરથી તે કોઈ મહેલથી ઓછું નથી. કારણ કે અંદર પ્રવેશતાની સાથે જ એક મોટું LED ટીવી દેખાય છે. જેની બાજુમાં એક પલંગ મૂકવામાં આવ્યો છે. અંદર એક સોફા, ટીવી કેબિનેટ અને એક નાનું કુલર પણ છે. તો ઘરની દિવાલો પરના ચિત્રો તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
બાથરૂમમાં પણ એસી
એટલું જ નહીં ઘર સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે. બાથરૂમમાં પણ એસી અને વેસ્ટર્ન ટોયલેટ અને વોશિંગ મશીન પણ છે. આ ઉપરાંત રસોડામાં RO પાણી માટે એક ફિલ્ટર છે. એકંદરે આ ઘર જોયા પછી તમે પણ કહેશો કે 'મને પણ આવી ઝૂંપડી જોઈએ છે.'
વધુ વાંચો: 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીનું તેડું, ફોકસ ગુજરાત, 16 વર્ષ બાદ કોંગ્રેસ આવી એક્શનમાં
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @7stargrandmsti નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. 10 માર્ચે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ વધુ લોકોએ લાઈક કર્યો છે અને તેના પર યુઝર્સ કોમેન્ટ વરસાવી રહ્યા છે. એક યુઝરે આશ્ચર્ય સાથે ટિપ્પણી કરી છે કે " જો આ ઝૂંપડું છે તો દરેકને આવી જ ઝૂંપડી જોઈએ છે" બીજા યુઝરે લખ્યું " આર બાપ રે! બાથરૂમમાં પણ એસી છે." ત્રીજા એક યુઝરે લખ્યું " બહારથી તો ઝૂંપડું લાગે છે પણ અંદરથી આખો મહેલ છે." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી "જો ઝૂંપડી આવી છે તો મહેલની શું જરૂર છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.