બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:18 PM, 23 March 2025
ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રાષ્ટ્રીય લોકદળના એક યુવા નેતા અચાનક રસ્તા પર ચાલતા ચાલટા પડી ગયા હતા અને પચી ક્યારેય ઉઠી શક્યા નહોતા. રાષ્ટ્રીય લોકદળના નેતાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. મોતનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હતી.
ADVERTISEMENT
ઘરની બહાર ચાલતા ચાલતા ફસડાઇ પડ્યા
ખુર્જા જંક્શન ચોકી વિસ્તારના ગામ મદનપુર નિવાસી રાલોદ કાર્યકર્તા અમિત ચૌધરી (28) ઘરની બહાર ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક તેમને હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેનું ગણતરીની સેકન્ડોમાં જ મોત નિપજ્યું હતું. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, અમિત ચૌધરી પોતાના ઘરની બહાર અચાનક પટકાય હતા અને પછી શાંત થઇ ગયા હતા. મોતના સેકન્ડો પહેલા સુધી રાલોદ નેતા એકદમ સ્વસ્થય દેખાઇ રહ્યા હતા.
ADVERTISEMENT
સીસીટીવી ફુટેજ આવ્યા સામે
સીસીટીવી ફુટેજમાં તેઓ ઘરની બહાર ઉભેલા દેખાય છે. થોડી જ સેકન્ડો બાદ તેઓ પાછળની તરફ ફરે છે, પછી પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરે છે. તેમણે ઘરની સામે રહેલી એક દિવાલનો ટેકો લેવાનો પણ પ્રયાસ કર્યો. જો કે તેઓ જમીન પર ફસડાઇ પડ્યા હતા. જોત જોતામાં રાલોદ નેતાના શ્વાસ અટકી જાય છે.
ઉત્તર પ્રદેશમાં યુવા RLD નેતાનું નિધન, વીડિયો વાયરલ#up #UttarPradesh #rldneta #cctvvideo #viralvideo #viral #vtvgujarati pic.twitter.com/ua5eLH99ZK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2025
પરિવાર પર આભ ફાટ્યું
આ ઘટના બાદ પરિવારની સાથે સાથે આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત છે. અમિત પુત્ર સંજીવ બિલ્ડિંગ સ્ટરિંગની દુકાન કરતા હતા. 20 માર્ચની સાંજે તેઓ ફરવા નિકળ્યા અને ઘરની બહાર રોકાઇ ગયા હતા. ઘરની સામે તેઓ આવીને અચાનક ઉભા ઉભા જ તેઓ ફસડાઇ પડ્યા. તેમનું મોત નિપજ્યું. તેઓ સંપુર્ણ સ્વસ્થ હતા અને તેમને કોઇ જ બિમારી નહોતી. અમિતના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.