બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલે ટ્રાફિક નિયમની જાગૃતિ માટે અપનાવી અનોખી શૈલી, લોકોએ કહ્યું, વાહ!
Last Updated: 12:14 PM, 22 April 2025
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા ટ્રાફિક પોલીસ સોનાલી સોની ગીત ગાઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તે ઈન્દોરની એક માત્ર એવી મહિલા ટ્રાફિક પોલીસ છે કે જે પોતાના ગીતના મધ્યમથી અતિશય ટ્રાફિકવાળા ચાર રસ્તા પર લોકોને સંગીતમય સંદેશો આપે છે.
ADVERTISEMENT
ઈન્દોરની ટ્રાફિક પોલીસનો અનોખો અંદાઝ
ઇન્દોરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારી ટ્રાફિક કોન્સ્ટેબલ સોનાલી સોનીએ બે સિગ્નલ પર ગીત ગાઈને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. તેનું માનવું છે કે ઇન્દોરના લોકોને જો ટ્રાફિક સિગ્નલ અને નિયમોનું પાલન કરાવવું હશે તો જો ગીત ગાઈને સંદેશ આપવાં આવશે તો તેઓ ચોક્કસપણે ધ્યાન આપશે. આ વાતને ધ્યાનમાં રાખીને તેણે ચાર રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરતી વખતે ગીત ગાવાનું શરૂ કર્યું અને તેના વીડિયો વાયરલ થયા અને તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ.
ADVERTISEMENT
મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલે લોકોને ટ્રાફિક નિયમો જાગૃતિ માટે અપનાવી એક અનોખી શૈલી#women #trafficcontrol #trafficrules #viralvideo #trendingvideo #VTVDigital pic.twitter.com/4a96jah3hS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 22, 2025
ગીત દ્વારા મેસેજ
હવે પરિસ્થિતિ એવી છે કે શહેરના ઘણા ચાર રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે સોનાલીની ભારે માંગ છે. તે એકમાત્ર એવી ટ્રાફિક પોલીસ છે જે ગીતો ગાઈએન લોકોને ટ્રાફિકનો મેસેજ આપે છે. આ વિશે સોનાલી કહે છે કે તેને હંમેશા સંગીતમાં રૂચિ રહી છે. તમે લોકોને ટ્રાફિક અંગે ઠપકો આપો તો તેની અસર તેમના પર થતી નથી જેટલી ગીતની થાય છે. સોનાલી જે ચાર રસ્તા પર ફરજ બજાવે છે ત્યાં કોઈ રેડ સિગ્નલ તોડીને જતું નથી. એટલું જ નહીં સોનાલીએ ચાર રસ્તા પર લાલ લાઇટના સમયગાળા અનુસાર તેના ગીતો તૈયાર કર્યા છે. ગીતની દરેક લાઇનમાં ટ્રાફિક સલામતીનો કંઈક સંદેશ આપવામાં આવ્યો છે.
સોનાલીના ગીતને 7 લાખ હિટ્સ મળી
સોનાલી દ્વારા ગવાયેલ ગીત 'અમે ટ્રાફિકમાં પણ ઇન્દોરને નંબર વન બનાવીશું, જો તમે અમને થોડો સાથ આપો તો અમે પણ આ કરીશું' ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, 'મારા ભાઈઓ, મારી બહેનો, કોઈપણ રસ્તા પર કોઈપણ વળાંક પર સિગ્નલ તોડો નહીં અને ચાલો નહીં' ખાસ ચર્ચામાં છે. સોનાલી કહે છે કે "લોકો તેના બંને ગીતોના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેના ગીતોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ 7 લાખથી વધુ હિટ્સ મળી છે."
વધુ વાંચો: VIDEO : બાળકને વીજળીનો શોક લાગ્યો, યુવકે પોતાનો જીવના જોખમે આ રીતે બચાવ્યો
સોનાલી મંદસૌરની રહેવાસી છે
મંદસૌરના નારાયણગઢની રહેવાસી સોનાલી એમસીએની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તે હંમેશાથી જ પોલીસ સેવામાં જોડાવા માંગતી હતી. હાલમાં તેમની ફરજ ઇન્દોરમાં ગીતા ભવન ચાર રસ્તા ઉપરાંત પલાસિયા ચાર રસ્તા પર છે. જે શહેરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ છે. આ જ કારણ છે કે શહેરના ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરવા માટે સોનાલીના ગીતોનો પ્રયોગ કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.