બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 AM, 13 May 2025
આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે અને તમે પણ કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હશો. જો આવું હોય તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. ફની વીડિયો સૌથી વધુ વાયરલ થાય છે. આ પછી જુગાડ અને સ્ટંટના વીડિયો પણ વાયરલ થાય છે. આ બધા પછી સોશિયલ મીડિયા પર એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં લોકોની નબળી ડ્રાઇવિંગ સ્કિલના દર્શન થાય. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમને પણ નહીં સમજાય કે હસવું કે રડવું.
ADVERTISEMENT
શું છે વાયરલ વીડિયોમાં?
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાર એક જગ્યાએ પાર્ક કરેલી છે અને તેમાંથી એક માણસ બહાર આવીને ઉભો છે. કારની પાછળ એક સ્કૂટર પાર્ક કરેલું છે. પાછળથી એક છોકરી તેના સ્કૂટી પર આવે છે અને ઊભેલી કાર અને સ્કૂટર બંને સાથે અથડાય છે. જેના પર ખાસ લોકોએ ધ્યાન ના આપ્યું. પણ થોડી જ વારમાં કારમાં બેઠેલો ડ્રાઈવર કારની બહાર નીકળે છે અને તેના બહાર નીકળતા જ તે છોકરી તેને ટક્કર મારી દે છે. આ કારણે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમૃતસરમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, ઝેરી દારૂથી 14 લોકોના મોત, અનેકની હાલત ગંભીર
સોશિયલ મીડિયામાં વાયરલ
આ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર troubled.legacy નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયના કેપ્શનમાં લખ્યું છે કે 'દીદીને પુરુષો અને અલ્ટો કાર બંનેથી નફરત છે.' અત્યાર સુધી 37 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું "આપણે તેના કારણે બદનામ છીએ." બીજા એક યુઝરે લખ્યું " મારી સાથે આવી ઘટના બની જ્યારે હું સ્કૂટર ચાલવતા શિખતી હતી ત્યારે હું બ્રેકને બદલે રેસ આપતી હતી" ત્રીજા યુઝરે લખ્યું "ભાઈ, તમારે તેને જવા દેવી હતી, તમારે બહાર આવવાની શું જરૂર હતી, પહેલા તેને જવા દેવી હતી." તે જ સમયે ઘણા યુઝર્સે હાસ્યજનક પ્રતિક્રિયાઓ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.